બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Complaint against 15 including SP policeman and doctors in Chotaudepur beating case

આક્ષેપ / છોટાઉદેપુરમાં SP અને SP કચેરીના તમામ સ્ટાફ સામે ફરિયાદ, પોલીસના મારથી સગીરને થયું પેરાલિસિસ, કોર્ટે ગાંધીનગર CIDને જુઓ શું કર્યા આદેશ

Kishor

Last Updated: 06:57 PM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હત્યાના કેસમાં સગીરને પૂછપરછ માટે બોલાવ્યા બાદ ખોટી રીતે માર માર્યાના કેસમાં SP, પોલીસ કર્મી અને તબીબો સહિત 15 સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

  • છોટાઉદેપુરમાં સગીરને માર માર્યા કેસમાં નોંધાઇ ફરિયાદ
  • SP અને SP કચેરીના તમામ સ્ટાફ, ડોક્ટરો સહિત 15 સામે ફરિયાદથી ખળભળાટ
  • કોર્ટે ગાંધીનગર CIDને તપાસ કરવા કર્યા આદેશ 

છોટાઉદેપુરમાં સગીરને માર માર્યા કેસમાં છોટાઉદેપુર પોલીસવડા સહિત 15 સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. ફરિયાદમાં SP અને SP કચેરીના તમામ સ્ટાફ સહિત 15 સામે રાવ કરાઈ છે. જેને પગલે કોર્ટે ગાંધીનગર CIDને તપાસ કરવા આદેશ જારી કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે છોટાઉદેપુરના જબુગામ ખાતે હત્યાના કેસમાં ફરિયાદી પિતા અને તેના સગીર વયના પુત્રને પૂછપરછ માટે લવાયા હતા. આ દરમિયાન પિતા પુત્રે કાબુલાત ન આપતા આડેધડ માર મારવામા આવ્યો હતો. આ અંગે ખોટી રીતે માર માર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. એટલું જ નહી પોલીસના મારથી સગીરને પેરાલિસિસ થયું હોવાનો પણ પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. જેને  પગલે ખળભળાટ મચી ગયો છે.

શું હતો સમગ્ર મામલો ? 

આ કેસની ફરિયાદમાં જણાવ્યા મુજબ વિગત અનુસાર ગત તારીખ 6 નવેમ્બરના રોજ છોટાઉદેપુરના જબુગામ ખાતે દલાજી વણઝારાને 50 લાખની ખાંડણી બાબતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં ફરિયાદી અને તેના સગીર વયના દીકરાની સંડોવણી હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા બંનેની પૂછપરછ માટે પોલીસ મથકે ગયા હતા. આ દરમિયાન એલસીબી ઓફિસે પૂછપરછ કરવામાં આવી હતી. જે વેળાએ જિલ્લા પોલીસ વડા પણ ત્યાં પહોંચ્યા હતા અને જ્યાં સુધી હત્યાનો ગુનો ન કબૂલે ત્યાં સુધી માર મારવાની સૂચના આપી હતી.

સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરને તપાસ માટે આદેશ કર્યા
ત્યારબાદ પોલીસ સ્ટાફે ઢોર માર મારતા સગીર વયના પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી. જેને લઈને તેને છોટાઉદેપુર ખાતે આવેલ મેડિટોપ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતાં વડોદરાની વિન્સ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં પણ પૂરી સારવાર ન આપી હોવાની રાવ ઉઠી છે. બાદમાં વડોદરાની આદિકયુરા હોસ્પિટલમાં ખસેડાયો હતો. 10 દિવસની સારવાર બાદ ઘરે મોકલાયો હતો પણ અહીં બીલ બાબતે માથાકૂટ થઈ હોવાના પણ આરોપ લાગી રહ્યા છે. બાદમાં પોલીસ કર્મી અને અધિકારીઓ ઉપરાંત જુદી જુદી હોસ્પિટલોના તબીબ સામે બાળ અદાલતમાં ફરીયાદ નોંધાઇ હતી. આથી બાળ અદાલતે સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગરને તપાસ માટે આદેશ કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ