ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
BCCI ભારતીય ટીમના કેપ્ટન વિરાટ ક્હોલી તેમજ રવિ શાસ્ત્રીથી નારાજ છે તેવી માહિતી સામે આવી છે. થોડાક દિવસો પહેલા રવી શાસ્ત્રી અને વિરાટ ક્હોલી એક બુક લોન્ચ કાર્યક્રમમાં ગયા હતા. જે મુદ્દે તેમણે ઈગ્લેંડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડની પરવાનગી નહોતી લીધી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.
.jpg)
ADVERTISEMENT
કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રવિશાસ્ત્રી પોઝિટીવ
કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રવિશાસ્ત્રીતો કોરોના પોઝિટીવ થયા સાથેજ બોલર ભરત અરુણ અને ફિલ્ડર કોચ શ્રીધરનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો. ટીમના ફિજિયો નિતિન પટેલ પણ હાલ આઈસોલેશનમાં છે. પરિણામે કોચ રવિ શાસ્ત્રી ટીમ સાથે પાંચમી ટેસ્ટ મેચમાં પણ નથી ગયા.
ADVERTISEMENT
.jpg)
BCCI દ્વારા તપાસ કરવામાં આવશે
ADVERTISEMENT
બ્રિટિશ મીડિયા રિપોર્ટ પ્રમાણે કોચ રવિ શાસ્ત્રીએ જે કાર્યક્રમમાં હાજરી આપી હતી તે રૂમ લોકોથી ભરાયેલો હતો. આ મામલે BCCIના અધિકારીએ કહ્યું કે ઈવેન્ટની તસ્વીરો સામે આવી છે. જેને લઈને BCCI દ્વારા તપાસ કરવામાં આવશે. સાથેજ રવિ શાસ્ત્રી તેમજ વિરાટ ક્હોલી સાથે ટેસ્ટ મેચ પછી આ મામલે સવાલો પણ કરવામાં આવશે.
.jpg)
ADVERTISEMENT
અડચણ વિના સિરિઝ પૂરી થાય તેવી BCCI અને ECBની ઈચ્છા
સમગ્ર મામલે ટીમ એડમિનિસ્ટ્રેટિવ મેનેજર ગિરિશ ડોંગરે પણ તપાસના દાયરામાં છે. બ્રિટિશ મીડિયા પ્રમાણે ટીમ ઈન્ડિયાના કોચે આ ઈવેન્ટને લઈને મંજૂરી નહોતી માગી. સમગ્ર મામલે હાલ BCCI ECBના સંપર્કમાં છે અને કોઈ પણ અડચણ વગર સીરીઝ પૂરી થાય તેની રાહ જોઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો