બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / cm pramod sawant remark on gang rape

શરમજનક / ગોવા બીચ પર 2 સગીરા પર દુષ્કર્મ, CMએ કહ્યું 'મોડી રાત સુધી બહાર કેમ હતી?'

ParthB

Last Updated: 02:59 PM, 29 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોવામાં એક બીચ પર બે સગીર છોકરીઓ પર કથિત સામૂહિક દુષ્કર્મની ઘટનાને મુદ્દે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજય વિધાનસભામાં એક વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું.

  • મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહી આ વાત 
  • માતા પિતા જ બાળકોનું ધ્યાન રાખે 
  • વિપક્ષે આ નિવેદનની કરી આકરી ટીકા 

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહી આ વાત 
ગોવામાં એક બીચ પર બે સગીર છોકરીઓ પર કથિત સામૂહિક દુષ્કર્મની ઘટનાને મુદ્દે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજય વિધાનસભામાં એક વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું. હવે મુખ્યમંત્રીની આ ટીપ્પણીઓ પર વિપક્ષ આલોચના કરી રહ્યું છે. સાવંતે કથિત રીતે કહ્યું હતું કે માતા પિતાએ આ આત્મમંથન કરવાની જરૂર છે કે એમના દીકરાઓ આટલી મોડી રાત સુધી સમુદ્ર તટ પર શું કરી રહ્યા હતા.


 
માતા પિતા જ બાળકોનું ધ્યાન રાખે 
સાવંતે સદનમાં ધ્યાનઆકર્ષણ નોટિસ પર એક ચર્ચા દરમ્યાન બુધવારે કહ્યું કે "જો 14 વર્ષના બાળકો આખી રાત સમુદ્ર તટ પર રહે છે તો માતા પિતાએ આત્મમંથન કરવાની જરૂર છે. આ માટે આપણે માત્ર સરકાર અને પોલીસ પર જવાબદારી ના નાખી શકીએ, કે બાળકો નથી સાંભળતા"

વિપક્ષે આ નિવેદનની કરી આકરી ટીકા 
ગૃહવિભાગનો કાર્યભાર સંભાળતા સાવંતે કહ્યું કે પોતાના બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ માતા-પિતાની જવાબદારી છે અને પોતાના બાળકોને જેમાં ખાસ કરીને સગીર બાળકોને આખી રાત માટે બહાર ના રાખવા જોઈએ. કોંગ્રેસના ગોવાના પ્રવક્તા ડી કોસ્ટાએ કહ્યું કે બીચ પરની કાયદા વ્યવસ્થા બગડી ગઈ છે. તેમણે કહ્યું કે "રાત્રે બહાર ફરતી વખતે આપણે કેમ ડરવું જોઈએ? જે અપરાધીઓ છે તેમણે જેલમાં હોવું જોઈએ અને કાયદાનું પાલન કરવા વાળા નાગરિકોએ બહાર આઝાદીથી ફરવું જોઈએ. 

ગોવાના ફોરવર્ડ પાર્ટીના નેતા વિજય સરદેસાઈએ કહ્યું કે આ ઘણું શરમજનક છે કે મુખ્યમંત્રી આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે

સંકળાયેલા મુદ્દાઓ

Goa beach Goa cm Pramod Sawant gang rape goa ગોવા પ્રમોદ સાંવત સામૂહિક દુષ્કર્મ Goa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ