બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / CM arvind kejriwal 3 predications came true after aap huge win in punjab

ભવિષ્યવાણી / VIDEO : કેજરીવાલે જાહેરમાં લખીને આપ્યું હતું તે સાબિત થયું, ભગવંત માને પણ કહ્યું હતું લખો લખો

Hiren

Last Updated: 07:48 PM, 10 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પરિણામો પહેલા આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખાનગી ચેનલના કાર્યક્રમમાં કરેલી ભવિષ્યવાણી સાચી પડી છે.

  • કેજરીવાલની 3 ભવિષ્યવાણી સાચી સાબિત થઈ
  • ચન્ની સાહેબ બન્ને બેઠક હારી રહ્યા છેઃ કેજરીવાલ
  • ભગવંત માન 51 હજાર મતોથી જીતશેઃ કેજરીવાલ

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહને બુધવારે બદોડ અને ચમકૌર સાહિબ બેઠકથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો. ચૂંટણી પંચની વેબસાઇટના અનુસાર, ભદોડથી ચન્નીને આપના ઉમેદવાર લાભ સિંહ ઉગોકેએ 37,558 મતોથી હરાવ્યા છે. ત્યારે ચમકૌર સાહિબ બેઠકથી મુખ્યમંત્રી ચન્નીને આપના ચરણજીતસિંહે 7942 મતોથી હરાવ્યા છે. કોંગ્રેસે અનુસૂચિત જાતિના ચન્નીને 2 બેઠકોથી ચૂંટણીમાં ઉતાર્યા હતા પરંતુ તેઓ એક પણ બેઠકથી ચૂંટણી ન જીતી શક્યા. પાર્ટીને અમરિંદર સિંહને હટાવવા અને ખેડૂત આંદોલનનો પણ ફાયદો ન મળ્યો.

કેજરીવાલની 3 ભવિષ્યવાણી સાચી સાબિત થઈ
ચૂંટણી પરિણામો પહેલા આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંચાયત આજતક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઇને 3 મોટી ભવિષ્યવાણી કરી હતી. આ દરમિયાન જ્યારે એન્કરે તેમને પૂછ્યું કે શું તેઓ એ વાતને લખીને આપી શકે છે તો તેમણે પોતાની વાત લખીને આપી હતી.

1. ચન્ની બન્ને બેઠક હારશે
અરવિંદ કેજરીવાલે જે ભવિષ્યવાણી કરી હતી તેમાં પહેલી ભવિષ્યવાણી હતી કે કોંગ્રેસ નેતા અને પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બન્ને બેઠકોથી હારનો સામનો કરશે. ઉલ્લેખનીય છે કે ચરણજીત સિંહ ચન્ની બન્ને બેઠકો પરથી હાર્યા છે.

2. ભગવંત માનને મળશે મોટી જીત
અરવિંદ કેજરીવાલે આ દરમિયાન બીજી ભવિષ્યવાણી પોતાની પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવાર ભગવંત સિંહ માનને લઇને કરી હતી. કેજરીવાલે ભવિષ્યવાણી કરતા કહ્યું કે, ભગવંત સિંહ માન સંગરૂરની ધરી બેઠકથી ભારે મતોથી જીત મેળવશે. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર દલવીર સિંહ ગોલ્ડીને ભારે મતોથી હરાવશે. પરિણામો આવ્યા બાદ એ સ્પષ્ટ જોઇ શકાય છે કે ભગવંત સિંહ માને 50 હજારથી વધુ મતોથી જીત મેળવી કે જ્યારે દલવીર સિંહ ગોલ્ડી બીજા ફૂટબોર્ડ પર રહેશે.

3. બાદલ સરકારનો કોઇ સભ્ય નહીં જીતે
કેજરીવાલે પોતાની ત્રીજી ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે, બાદલ પરિવારનો કોઈ પણ સભ્ય એક પણ બેઠક જીતવામાં સફળ નહીં થઇ શકે. કેજરીવાલે દાવો કર્યો હતો કે પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ, અમૃતસરથી બિક્રમજીત મજીઠિયા અને જલાલાબાદથી સુખબીર સિંહ બાદલને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડશે અને પરિણામોમાં એવું જ બન્યું. કેજરીવાલે કહ્યું હતું કે, બાદલ પરિવાર 5 બેઠકથી લડી રહ્યા છે, જેમાં બાદલના દીકરા, દીકરાનો સાળો, સાળાની પત્ની, જમાઈ હારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ચિઠ્ઠી માત્ર ચેનલને જ ન આપી પરંતુ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને પણ મોકલી હતી.

પંજાબનું ચૂંટણી પરિણામઃ
કોંગ્રેસે 117 સભ્યોની વિધાનસભામાં આપે પ્રચંડ બહુમતિ મેળવી લીધી છે. આપ 92, કોંગ્રેસ 18, ભાજપ 2 અને અન્ય 1 આગળ છે. અને 30 અન્ય બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. આપ પંજાબમાં પ્રચંડ બહુમતીથી આગામી સરકાર બનાવશે.

પંજાબના કયા દિગ્ગજ જીત્યા અને હાર્યા?

  • પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની ભદૌર અને ચમકૌર સાહિબ એમ બન્ને બેઠકો પરથી હાર્યાં.
  • પંજાબ આપના મુખ્યમંત્રી ઉમેદવારની ભગવંત માન રેકોર્ડ 58 હજાર વોટથી જીત્યા.
  • પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખબીર બાદલ જલાલાબાદથી હાર્યા.
  • પંજાબની અમૃતસર ઈસ્ટ બેઠકથી કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુની હાર થઇ.
  • પંજાબની અમૃતસર ઈસ્ટ બેઠકથી શિરોમણી અકાળી દળના નેતા બિક્રમસિંહ મજીઠિયાની થઇ હાર.
  • પંજાબની પટિયાલા બેઠકથી પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની 19 હજાર મતોથી હાર થઇ.
  • પંજાબના 5 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા પ્રકાશસિંહ બાદલની હાર થઈ.
  • પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજિંદર કૌલ ભટ્ટલની હાર થઈ.
  • પંજાબના મોગા બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર માલવિકા સૂદને આપની ડૉ. અમનદીપ કૌર અરોરાએ હરાવ્યા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ