બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Click Here know what this Trend post is going viral on social media platform
આ દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં કાળા ફોન્ટમાં 'Click Here' લખેલું છે. જો તમે પણ તમારી ટાઈમલાઈનમાં આ 'Click Here'વાળી પોસ્ટ જોઈ હશે અને તમારી જેમ બીજા ઘણા લોકો મૂંઝવણમાં છે કે આખરે આ ટ્રેન્ડ શું છે અને તેનો અર્થ શું નીકળે છે?
ADVERTISEMENT

જણાવી દઈએ કે 'Click Here' પોસ્ટ શનિવારથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર ઉપર કાળા અક્ષરોમાં 'Click Here' લખેલું જોવા મળે છે અને તેની સાથે જ નીચે ડાબી બાજુએ એક એરો છે અને 'Alt' લખેલું જોવા મળે છે. Alt પર ક્લિક કરતા જ તમને એક મેસેજ દેખાશે.
ADVERTISEMENT
આ એક ટેક્સ્ટ ફીચર છે જે Xએ ઘણા સમય પહેલા રજૂ કર્યું હતું. તેની મદદથી વ્યક્તિ ફોટો શેર કરતી વખતે તેના વિશે લખી શકે છે. Alt ટેક્સ્ટ ફીચરમાં કોઈ પણ ફોટો પર એક હજાર અક્ષરો સુધીનો મેસેજ લખી શકે છે. Xનું કહેવું છે કે આ ફીચરની મદદથી કન્ટેન્ટ વધુ લોકો સુધી પહોંચશે. સાથે જ નિષ્ણાતોનું કહેવું છે કે જ્યાં ઈન્ટરનેટની સ્પીડ ઓછી છે તેવા વિસ્તારોના લોકો માટે પણ Alt ટેક્સ્ટ ફીચર ફાયદાકારક સાબિત થશે.
ADVERTISEMENT
જણાવી દઈએ કે તેનો ઉપયોગ ફક્ત X પરના ફોટામાં જ થઈ શકે છે. આ સુવિધા વીડિયો સાથે ઉપલબ્ધ નથી. X પર પોસ્ટ કરવા માટે તમે ઇમેજ અપલોડ કરશો કે તરત જ તમને ઇમેજ પર +ALT પણ દેખાશે. +ALT પર ક્લિક કરીને તમે કોઈપણ મેસેજ લખી શકો છો.
આ ટ્રેન્ડ શરૂ થયો ત્યારથી સામાન્ય લોકો જ નહીં પરંતુ મોટા રાજકીય પક્ષો, સ્પોર્ટ્સ ક્લબ, ફૂટબોલ ટીમો અને ફિલ્મ સ્ટાર્સ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.