બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Classes 9 to 11 start today

શિક્ષણ / સ્કૂલ ચલે હમ! ગુજરાતની શાળાઓમાં અન્ય વર્ગો શરૂ કરવાને લઈને શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન

Ronak

Last Updated: 03:34 PM, 26 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ 9 થી 11ના વર્ગો આજથી શરૂ કરવામાં આવ્યા છે. શિક્ષણમંત્રી દ્વારા નિવેદન લેવામાં આવ્યું કે આગામી સમયમાં અન્ય વર્ગો પણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.

  • આજથી 9 થી 11ના વર્ગો શરૂ 
  • વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ 
  • બીજા વર્ગો શરૂ કરવા કોર કમિટીની બેઠક યોજાશે 

કોરોનાની બીજી લહેરને કારણે રાજ્ય સરકાર દ્વારા શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી અને ઓનલાઈન શિક્ષણ પર ભાર મુકવામાં આવ્યો હતો. જોકે હવે કેસ ઘટી જતા ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી રાજ્યમાં ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ થયા છે. 

શિક્ષણમંત્રીનું નિવેદન 

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં દ્વારા એવું  નિવેદન આપવામાં આવ્યું કે આજથી ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. સાથેજ આગાંમી દિવસોમાં કોરાના કાબૂમાં હશે તો બીજા વર્ગો પણ શરૂ કરવામાં આવી શકે છે. અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા કોલેજ તેમજ ધોરણ 12ના વર્ગોને શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

 

વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ 

જોકે હવે આજથી 9 થી 11ના વર્ગો પણ શરૂ થયા છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં પણ ક્યાંકને ક્યાક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા બીજા પણ વર્ગો શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. જેના માટે કોર કમિટીની બેઠક યોજાશે. 

ઓનલાઈન શિક્ષણ ફરજિયાત 

બેઠકમાં નિર્ણય લેવામાં આવશે કે ટૂંક સમયમાં હવે કયા વર્ગો શરૂ કરવામાં આવે. જોકે આ સમગ્ર મામલે શિક્ષણમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે શાળાઓમાં વિદ્યાર્થીઓએ ફરિજીયાત નહી આવવું પડે. ઉપરાંત શિક્ષણમંત્રી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે શાળાઓએ ઓનલાઈન શિક્ષણ ફરજીયાત રાખવુંજ પડશે.

ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ 

ઊલ્લેખનીય છે કે કોરોનાના કેસ જેમ જેમ ઘટી રહ્યા છે. તેમ તેમ સરકાર દ્વારા પાબંદીઓ હટાવામાં આવી રહી છે. જોકે હાલ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર તેમજ ડેલ્ટા વેરિએંટને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Education gujarat school opening ગુજરાત શાળાઓ શરૂ શિક્ષણ Education
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ