Civil war-like situation in Pakistan: Islamabad on fire, metro station on fire; Imran Khan arrived in the capital with thousands of people
BIG NEWS /
ભડકે બળ્યું પાકિસ્તાન, આઝાદી માર્ચમાં ઈમરાનના સમર્થકોએ મેટ્રો સ્ટેશન ફૂંકી માર્યું, ગૃહયુદ્ધ જેવી સ્થિતિ
Team VTV08:30 AM, 26 May 22
| Updated: 08:34 AM, 26 May 22
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની આઝાદી માર્ચમાં હજારોની સંખ્યામાં એકત્ર થયેલ પીટીઆઈ સમર્થકો ઈસ્લામાબાદ પહોંચ્યા ત્યારે ત્યાં લાંબો ટ્રાફિક જામ થયો હતો.
પાડોશી દેશ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ
ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદમાં મેટ્રો સ્ટેશનને આગ ચાંપી કરી
પાડોશી દેશ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.
પાકિસ્તાન વિરોધની આગમાં સળગી રહ્યું છે. શાહબાઝ સરકાર વિરુદ્ધ ઈમરાન ખાનનો પ્રહાર ચાલુ છે. નવી ચૂંટણીની માંગ સાથે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની આઝાદી માર્ચ ઈસ્લામાબાદ પહોંચી હતી. હજારોની સંખ્યામાં એકત્ર થયેલ પીટીઆઈ સમર્થકોનો આ મેળાવડો જ્યારે મોડી રાત્રે પાકિસ્તાનની રાજધાનીમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં લાંબો જામ થયો હતો.
ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદમાં મેટ્રો સ્ટેશનને આગ ચાંપી કરી
જો કે, પ્રવેશ પહેલા ઘણી હિંસા થઈ હતી. ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદમાં મેટ્રો સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. આ પછી ત્યાં આગની ઉંચી જ્વાળાઓ જોવા મળી હતી. બુધવારે પાકિસ્તાનના અલગ-અલગ શહેરોમાંથી આવી જ કેટલીક તસવીરો સામે આવી છે.
ہم پنجاب میں داخل ہوچکے ہیں اور انشاءاللہ اسلام آباد کی جانب بڑھیں گے۔ اس امپورٹڈ سرکار کی جانب سے جبر و فسطائیت کا کوئی بھی حربہ ہمیں ڈرا سکتاہے نہ ہی ہمارے مارچ کا رستہ روک سکتا ہے۔ #حقیقی_آزادی_مارچpic.twitter.com/21snq9kG40
ઈમરાનખાનના સમર્થનમાં હજારો સમર્થકો કરાચી અને લાહોરમાં રસ્તા પર ઉતરી આવ્યા
ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના હજારો સમર્થકો કરાચી હોય કે લાહોર હોય માંગ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પરંતુ સત્તામાં રહેલી શાહબાઝ સરકાર આ ઉશ્કેરાટમાંથી પસાર થઈ હતી. ઈમરાન ખાનના સમર્થકોને રોકવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા, લાઠીચાર્જ કરવામાં આવ્યો. જવાબમાં નારાજ સમર્થકોએ પણ પથ્થરમારો કર્યો હતો. બીજી બાજુ સેંકડો કાર્યકરોની ધરપકડ પણ કરવામાં આવી હતી.