Girl Spend 52 Lakh on Game: આજકાલ જોવામાં આવે તો વીડિયો ગેમની બાળકો પર ખૂબ જ ગંદી લત લાગી ચુકી છે. જેના કારણે ઘણી વખત તો એવી ઘટનાઓ સાંભળવા મળે છે. જેના વિશે જાણીને આપણે લોકો ચોંકી ઉઠીએ છીએ. આવી જ એક ઘટના ચીનથી સામે આવી છે.
ચીનથી સામે આવી ચોંકાવનારી ઘટના
બાળકીએ ગેમમાં ખર્ચી નાખ્યા 52 લાખ
મજા-મજામાં કંગાળ થઈ ગયો પરિવાર
આજકાલના બાળકને આઉટડોર ગેમ ઓછા અને ઓનલાઈન ગેમ વધારે પસંદ આવે છે. તેની સૌથી ખરાબ અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. જો તમારા ઘરમાં પણ બાળક આવુ જ કરે છે તો સાવધાન થઈ જાઓ કારણ કે હાલ એક એવી જ ઘટના સામે આવી છે જે કોઈ પણને ચોંકાવી શકે છે અને હા જો તમે પણ બાળકોને વિચાર્યા વગર ફોન આપો છો તો જરૂર સાવધાન થઈ જાઓ. ચીનમાં એક બાળકે પરિવારને કંગાળ કરી દીધો.
બાળકીને લાગી ગઈ હતી ગેમની લત
એક રિપોર્ટ અનુસાર આ મામલો મધ્ય ચીનના હેનાનનો છે. અહીં રહેતી એક બાળકી સતત પોતાના ફોનમાં લાગેલી રહેતી હતી. તેને વીડિયો ગેમની એવી લત લાગી હતી કે તે ખાવા પીવાનું બાજુ પર મુકી બસ વીડિયો ગેમમાં જ લાગેલી રહેતી હતી.
તેની આ હરકત પર માતા ઘણી વખત તેને ટોકતી હતી પરંતુ તે ગેમની એવી લત હતી કે તે કંઈ પણ સાંભળવા માટે તૈયાર ન હતી. ચોંકાવનારી વાત એ છે કે તે પે-ટૂ-પ્લે ગેમ રમતી હતી.
ખર્ચ કરી નાખ્યા આટલા રૂપિયા
આ ગેમને રમવા માટે પૈસાની જરૂર હોય છે. એવામાં યુવતી ગેમ માટે મમ્મીના એકાઉન્ટનો ઉપયોગ કરતી હતી કારણ કે તેનું એકાઉન્ટ લિંક્ડ હતું. એવામાં યુવતીએ ગેમથી ખાતાને લિંક કરી દીધુ અને પછી ખાતામાં હાજર દરેક પૈસા ધીરે ધીરે કરીને ઉડાવતી રહી.
આ વાતની ખબર માતાને સ્કૂલથી પડી જ્યારે તેની બાળકીની કમ્પ્લેન તેને ગઈ. પરતુ જ્યા સુધી માતા પોતાની બાળકીને રોકી શકતી તે સમય સુધી ખૂબ મોડુ થઈ ચુક્યું હતુ અને ખાતામાં 449,500 એટલે કે લગભગ 52.71 લાખરૂપિયા ગાયબ થઈ ગયા હતા.
14 લાખ રૂપિયાની ગેમ ખરીદી મિત્રો માટે પણ પૈસા કર્યા ખર્ચ
એકાઉન્ટની ડિટેલિંગ જ્યારે મમ્મીએ જોઈ તો દિકરી દ્વારા ઓનલાઈન ગેમ માટે ચુકવણી કરેલા દરેક ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા. ત્યાર બાદ પિતાને જ્યારે આ વાતની જાણકારી મળી તો તેણે પોતાની દિકરીને પૈસા વિશે પુછ્યું. જેના પર યુવતીએ ખૂબ જ માસુમિયતથી જવાબ આપ્યો અને જણાવ્યું કે તેણે 14 લાખ રૂપિયાની ગેમ ખરીદી.
જેમાં તેના દસ મિત્રો પણ શામેલ હતા જેના માટે તેણે આ પૈસા ખર્ચ કર્યા. ત્યાર બાદ જ્યારે જ્યારે ગેમમાં પૈસાની જરૂર હોય તો બાળકી તે એકાઉન્ટમાંથી કપાવી દેતી હતી. હાલ આ ખાતામાં ફક્ત પાંચ રૂપિયા બચ્યા છે અને આ વીડિયો ચીનના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.