નિવેદન / કોરોના વાયરસનો ફાયદો ઉઠાવવામાં લાગ્યુ છે ચીન, ભારત તેનું ઉદાહરણ : અમેરિકન ડિપ્લોમેટ

china taking advantage of covid 19 outbreak india is example of that us diplomat david stilwell

એક તરફ આખી દુનિયા કોરોના સામે લડી રહી છે. ત્યારે ચીન તેનો ફાયદો ઉઠાવવામાં લાગ્યું છે. અમેરિકન રાજનીતક ડેવિડ સ્ટિલવેલે બુધવારે કહ્યું કે તે ભાકત તે દેશોમાં સામેલ છે. જ્યાં કોરોના વાયરસ સામે આવ્યા બાદ ચીને ફાયદો ઉઠાવ્યો છે. ડેવિડ સ્ટિલવેલે એક પ્રેસ કોન્ફરન્સમાં વુહાનમાં જ્યારથી કોરોના વાયરસની મહામારી શરુ થઈ છે મને લાગે છે ત્યારથી પીઆરસી (પીપુલ્સ રિપબ્લિક ચાયના) તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. મને લાગે છે કે આનું ઉદાહરણ ભારત છે. હું ચીનમાં અમારા મિત્રોને કહીશ કે તે શાંતિપૂર્વક અને વાતચીતના માધ્યમથી આ મુદ્દાઓના સમાધાન પર પોતાની પ્રતિબદ્ધતાનું પાલન કરે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ