કોરોનાનો કહેર / ચીનમાં ફરી વકર્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં 100 નવા કેસ આવતાં વધી ચિંતા

China Reports Nearly 100 New Coronavirus Cases In One Day, Highest In Recent Weeks

ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 100 નવા કેસ આવતાં હાહાકાર મચ્યો છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં નવા કેસ આવતાં માનવામાં આવી રહ્યું છે કે ચીનમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાની તુલનામાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં કેસ આવતાં ચિંતામાં વધારો થયો છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ શનિવારે કહ્યું કે 63 કેસ એવા છે જેમાં કોરોનાના કોઈ પણ લક્ષણો જોવા મળ્યા નછી. 24 કલાકમાં 100 નવા કેસ આવતાં અહીં દર્દીની કુલ સંખ્યા 82052 થઈ છે. આ સાથે દેશમાં વૈશ્વિક મહામારીએ ફરીથી ભયાનક થવાના સંકેત આપ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ