બ્રેકિંગ ન્યુઝ
Dhruv
Last Updated: 09:34 AM, 24 September 2019
ADVERTISEMENT
હરિયાણા પોલીસનાં એક જવાનનો વીડિયો હાલમાં ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે જણાવી રહ્યો છે કે ચલાણ કપાયા બાદ કેવી રીતે વધારે રૂપિયા આપીને બચી શકાય અને એ પણ માત્ર 100 જ રૂપિયા આપીને ટ્રાફિક દંડથી છુટકારો મળી શકે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઇ રહ્યો છે.
ADVERTISEMENT
જો આપની પાસે હશે તમામ ડોક્યુમેન્ટ્સ તો બચવાનો આ છે અનોખો ઉપાય
હરિયાણા (Haryana) પોલીસમાં પોલીસકર્મી સુનીલ સંધૂએ ફેસબુક પર લાઇવ કરવામાં આવેલા એક વીડિયોમાં જણાવ્યું કે, જાગરૂકતામાં ઉણપને કારણ લોકો ચલાણનાં વધારેમાં વધારે રૂપિયા ભરી રહ્યાં છે.
સુનીલનું કહેવું એમ છે કે,
'ચલાણ કપાયા બાદ 15 દિવસની અંદર જો RTO ઓફિસ પાસે જઇને આપ તમામ ડોક્યુમેન્ટ્સ દેખાડી શકો છો. ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ સાથે ન લઇ જવા પર તેની પર માત્ર 100 રૂપિયાનો પ્રતિ ડોક્યુમેન્ટ્સનો દંડ લગાવવામાં આવશે.'
ફોન, ચાર્જર નથી ભૂલતા તો હેલ્મેટ કેમ ભૂલાય?: સુનીલ સંધૂ
સુનીલે જણાવ્યું કે અનેક વાર લોકોની પાસે ડોક્યુમેન્ટ્સ હોય છે પરંતુ ઘટનાસ્થળે દંડ ભરતી વેળાએ તેઓ સાથે લઇને ના ગયા હોવાને કારણ તેમનું ચલાણ કપાય છે. જેથી જો એવાં સમયે આપની પાસે ડોક્યુમેન્ટ્સ ના હોય તો બાદમાં 100 રૂપિયા પ્રતિ ડોક્યુમેન્ટ્સ આપીને આપ પોતાની ગાડી લઇ જઇ શકો છો. જો કે વગર હેલ્મેટે આપ ટુવ્હીલર ચલાવતા હશો અથવા તો વગર સીટબેલ્ટ બાંધી આપ ફોરવ્હીલર ચલાવતા હશો તો તેનો દંડ અલગથી લાગશે.
એટલું જ નહીં સુનીલે હજી કેટલીક મહત્વની વાતો જણાવી છે. સુનીલનું કહેવું એમ છે કે આપણે ફોન, ચાર્જર અને પાવર બેંક સાથે લઇને ચાલવાનું નથી ભૂલતા પરંતુ હેલ્મેટ અને ગાડીનાં ડોક્યુમેન્ટ્સ ભૂલી જઇએ છીએ. સુનીલે એમ પણ કહ્યું કે, જો કોઇ આપની પાસે લાંચ માંગે છે તો આપ તેનો વીડિયો બનાવો જેથી તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.