બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Central Government has given a big relief to the students who have studied medicine from abroad

રાહત / વિદેશથી મેડિકલનો અભ્યાસ કરી આવેલા વિદ્યાર્થીઓને કેન્દ્રએ આપી મોટી રાહત, આ શરતે ભારતીય સંસ્થામાં મળશે પ્રવેશ

ParthB

Last Updated: 03:50 PM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે વિદેશથી મેડિકલનો અભ્યાસ કરી આવેલા વિદ્યાર્થીઓને  FMGEની પરીક્ષામાં બેસવાની મંજૂર આપી

  • ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા જાય છે વિદેશ  
  • નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન બે વાર FMGEનું કરે છે આયોજન 
  • જે વિદ્યાર્થીઓએ ભારતમાં પ્રેક્ટિસ કરવી હોય તેને સૌ પ્રથમ FMGE લાયક બનવું પડે 

કેન્દ્ર સરકારે એક આદેશમાં કહ્યું છે કે જે ભારતીય વિદ્યાર્થીઓ તેમના અંડરગ્રેજ્યુએટ મેડિસિન કોર્સના અંતિમ વર્ષમાં હતાં. (કોરોના રોગચાળા અને રુસો-યુક્રેન યુદ્ધને કારણે ભારત પરત ફર્યા છે) અને તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે, તેમને સંબંધિત યુનિવર્સિટી કે કોલેજોમાંથી 30મી જૂનના રોજ અથવા તે પહેલાં અભ્યાસક્રમ પૂરો કર્યાનું પ્રમાણપત્ર મેળવ્યું હોય, તેમને વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.

દેશમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા જાય છે વિદેશ  

તેમાંથી મોટાભાગના ભૂતપૂર્વ સોવિયેત યુનિયન અથવા ચીનના દેશોમાં જાય છે. ખરેખર, વિદેશમાં MBBS નો અભ્યાસ કરવા માટે ઓછો ખર્ચ થાય છે. વિદેશમાંથી MBBS ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓએ ભારતમાં મેડિસિન પ્રેક્ટિસ કરવા માટે સૌ પ્રથમ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE) લાયક બનવું પડશે. આ પરીક્ષામાં લાયકાત મેળવનારા વિદ્યાર્થીઓને જ ભારતમાં મેડિકલ પ્રેક્ટિસ કરવાની તક મળશે.

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન બે વાર FMGEનું આયોજન કરે

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) વર્ષમાં બે વાર ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા(FMGE)નું આયોજન કરે છે. તાજેતરમાં, 4થી જૂન, 2022 ના રોજ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા લેવામાં આવી હતી. મહત્વનું છે કે, ભારતમાં તબીબી શિક્ષણ ખૂબ જ મુશ્કેલ છે.ડોકટર બનવા માંગતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી ભારત છે.વિદેશમાં મેડિકલ અભ્યાસ માટે જતા મોટાભાગના વિદ્યાર્થીઓમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ ભારતમાં મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે NEET પરીક્ષા પાસ કરી શક્યા નથી. NEET દર વર્ષે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Central Government Medical students abroad big relief કેન્દ્ર સરકાર તબીબી વિદ્યાર્થી રાહત Central Government
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ