મુંબઇઃ મોર્નિંગ વોક કરવા નિકળેલા કપલને ટક્કર મારી કચડીને ચાલી ગઇ કાર, CCTVમાં કેદ થઇ ઘટના

By : hiren joshi 04:05 PM, 22 December 2018 | Updated : 04:05 PM, 22 December 2018
મુંબઈ: વસઈમાં એક કાળજુ કંપાવતા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે. મોર્નિંગ વોક માટે નીકળેલા એક દંપતીને એક કારચાલકે અડફેટે મારી અને કાર સાથે ધસડ્યા. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. 

આ ઘટના મુંબઈના વસઈ વિસ્તારની છે. વહેલી સવારે આ કપલ મોર્નિંગ વોકિંગ માટે નીકળ્યું હતુ. પણ તેઓને ક્યાં ખબર હતી કે આજની મોર્નિંગ વોક તેમના માટે જોખમકારક નીવડશે. અને બસ કંઈક આવું થયું. મોર્નિગ વોક માટે નીકળેલું કપલ પોતાની ધૂનમાં જઈ રહ્યું હતું. 

રોડ ક્રોસ કરીને સામે છેડે પહોંચ્યું ત્યારે તેઓ રસ્તાની સાઈડમાં ચાલી રહ્યા હતા. બસ તે જ સમયે કાળ બનીને એક કાર આવી અને પછી આ કપલને એવી જોરદાર ટક્કર મારી કે કપલ હવામાં ફંગોળાયું. હવામાં ફંગોળાયા બાદ તેઓ કારની નીચે આવી ગયા અને થોડા અંતર સુધી ધસડાયા. 


જો કે, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ અને આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.Recent Story

Popular Story