બ્રેકિંગ ન્યુઝ
VTV / Car-bikes will be expensive from April 1
Anita Patani
Last Updated: 10:41 AM, 26 March 2021
ADVERTISEMENT
કારની કિંમતોમાં 3થી 5 ટકા સુધીનો વધારો એટલે કે 47 હજાર સુધીનો વધારો કરવાની તૈયારી કરી રહી છે. જ્યારે બાઈકની કિંમતમાં 2500 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. 1 એપ્રિલથી કારના નવા મોડલમાં ફ્રન્ટ સીટ પર પેસેન્જર માટે પણ એરબેગ ફરજિયાત થઈ ગઈ છે. આ કારણોસર પણ કારની કિંમતો વધવાની શક્યતા છે.
ADVERTISEMENT
પેટ્રોલ ડીઝલના ભાવના કારણે
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે વાહનો મોંઘા થઇ રહ્યાં છે. કાર સાથે ટુવ્હીલરના ભાવમાં પણ વધારો થવાનો છે. આટલુ જ નહી ખેડૂતોને પણ મોંઘવારીને ઝટકો લાગશે કારણ કે ટ્રેક્ટર પણ મોંઘા થઇ જશે.
મારુતિની કારમાં 3-5% વધારો
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી 1 એપ્રિલથી કારની કિંમત વધારશે. કંપનીથી જોડાયેલ સુત્રોના કહ્યા અનુસાર 3-5 ટકાનો વધારે કંપની કરી શકે છે માટે વધુમાં વધુ 47000 રૂપિયા ગાડી મોંઘી થશે.
નિસાનની ગાડીઓ પણ મોંઘી
જપાનની કંપની નિસાને પણ પોતાના ભાવમાં વધારો કરવા માટેની ઘોષણા કરી છે. સાથે જ નિસાને પોતાની બીજી બ્રાંડ ડેટ્સનની ગાડીઓની કિંમતમાં વધારો કરવાની ઘોષણા કરી છે. કંપનીનુ કહેવુ છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ઇંધણની કિંમતમાં વધારો થવાને કારણે નિસાન અને ડેટ્સનની કિંમત વધારવી પડી રહી છે.
2500 રૂપિયા મોંઘા થશે હીરોના ટુ વ્હીલર
હીરો મોટોકોર્પે જણાવ્યું કે તે પોતાના ટુ વ્હીલર્સની કિંમતમાં 2500 રૂપિયા સુધીનો વધારો કરશે. બાઇક અને સ્કુટરના ક્યા મોડલ પર કેટલો ભાવ વધશે તે તો માર્કેટના હિસાબે નક્કી થશે.
ટ્રેક્ટર પણ થશે મોંઘા
એસ્કોર્ટ્સના ટ્રેક્ટર આવતા મહિનાથી મોંઘા થવા જઇ રહ્યા છે. કૃષિ ઉપકરણ બનાવનાર કંપનીએ પણ પોતાના એક નિવેદનમાં કહ્યું કે સ્ટીલ સહિત અન્ય કોમોડીટીના ભાવમાં વધારો થશે.
1 એપ્રિલથી કારના નવા મોડલમાં ફ્રંટ સીટમાં એરબેગ અનિવાર્ય હશે. કારમાં ફ્રંટ પેસેન્જર સીટમાં પણ એરબેગ હોવી જરૂરી છે પરંતુ તેનાથી કારની કિંમતો વધી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.