બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / candidate of sarpanch election in zusa village of dahod hired bouncers amid threat to him

ગ્રામ પંચાયતની ચૂંટણી / લો બોલો! દાહોદનાં આ ગામમાં સરપંચ પદના ઉમેદવારે ચૂંટણી માટે રાખ્યા 20 બાઉન્સર્સ

Mayur

Last Updated: 03:51 PM, 19 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ એવો જામ્યો છે કે દાહોદ જિલ્લાના એક ગામમાં સરપંચ પદના ઉમેદવારે સ્વરક્ષા માટે બાઉન્સર્સની ફોજ રાખવી પડી હતી.

  • ચૂંટણી જંગમાં લાખો રૂપિયાનો ખર્ચ 
  • સરપંચ પદના ઉમેદવારે રાખ્યા 20 બાઉન્સર 
  • દાહોદનાં ઝૂસા ગામની ઘટના 

આજે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ છે. ગુજરાતનાં અમુક ગામડાઓમાં પંચાયતની ચૂંટણીમાં પણ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. 

સરપંચ પદના ઉમેદવારે રાખ્યા 20 બાઉન્સર

દાહોદનાં એક ગામડામાં સરપંચ પદના ઉમેદવારે પોતાની સાથે 20 જેટલા બાઉન્સર રાખ્યા છે. દાહોદનાં સંજેલી તાલુકાનાં ઝૂસા ગામના સરપંચે પોતાનાં રક્ષણ માટે 20 જેટલા બાઉન્સર રાખ્યા છે. 

ગુજરાતનાં અન્ય જિલ્લાઓનાં સાપેક્ષમાં દાહોદ થોડો પછાત જિલ્લો માનવામાં આવતો હતો પરંતુ આ ઘટના બાદ હવે ગુજરાતમાં કોઈ માનવા તૈયાર નથી કે દાહોદ એક પછાત જિલ્લો છે. કારણ કે ઝૂસા જેવા ગામનાં એક સરપંચ પદના ઉમેદવારો પણ હવે બાઉન્સર રાખતા થઈ ગયા છે. 

કોણ છે આ ઉમેદવાર?
ઝૂસા ગામમાં સરપંચ પદના બે ઉમેદવારો છે. તેમાંથી એક ઉમેદવાર માનસિંગભાઈ કાનજીભાઈ રાવતે પોતાના માટે 20 જેટલા બાઉન્સરો રાખ્યા છે. 

 

આ છે કારણ 
ઝૂસા ગામમાં ચૂંટણી જંગ એવો તો જામ્યો છે કે તેમણે કહ્યું હતું કે તેઓને સામે પક્ષેથી ધાક ધમકી આપવામાં આવી રહી છે અને આખી રેટ વાહનો દોડાવવામાં આવી રહ્યા છે. એવા સમયે તેઓને પોતાના ખર્ચે સ્વબચાવ માટે સિક્યોરીટી રાખવાની ફરજ પડી હતી. જો કે તેમણે આ પગલાં બાદ એક સરપંચ પદની ચૂંટણી પાછળ કેટલો ખર્ચ કર્યો હશે તેનો અંદાજ લગાવી શકાય છે. 

ગુજરાતનાં ગામડાઓમાં ચૂંટણીનો જંગ 

રાજ્યમાં ગ્રામ પંચાયત માટે આજે મતદાન થઈ રહ્યું છે.રાજ્યની 8684 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઇ રહી છે જેમા સરપંચ પદ માટે 27 હજાર 200 ઉમેદવારો મેદાને છે. જ્યારે 53 હજાર 507 સભ્ય પદ માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો મેદાને છે. 10 હજાર 897 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઇ હતી. જેમાંથી કુલ 1167 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ થઇ છે. કુલ 1 કરોડ 82 લાખ 15 હજાર 13 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 93 લાખ 69 હજાર 202 પુરુષ મતદારો મતદાન કરશે અને 88 લાખ 45 હજાર 811 મહિલા મતદારો મતદાન કરશે. કુલ 23 હજાર 907 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જેમાં 6656 મતદાન મથકો સંવેદનશીલ અને 3074 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. ચૂંટણીને લઇને 51 હજાર 747 પોલીસ જવાનો બંદોબસ્ત રહેશે. 2546 ચૂંટણી અધિકારી અને 2827 મદદનીશ ચૂંટણી અધિકારીઓને જવાબદારી સોંપાઇ છે. 

સ્વરાજનો સંગ્રામ

રાજ્યની 8684 ગ્રામ પંચાયતની ચૂંટણી
સરપંચ પદ માટે 27,200 ઉમેદવારો મેદાને
53,507 સભ્ય પદ માટે 1,19,998 ઉમેદવારો મેદાને
10,897 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઇ હતી
કુલ 1167 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ
23,907 મથકો પર મતદાનની વ્યવસ્થા 
6656 મતદાન મથકો સંવેદનશીલ
3074 મતદાન મથકો અતિ સંવેદનશીલ
51,747 પોલીસ જવાનો બંદોબસ્તમાં  
2546 ચૂંટણી અધિકારીને સોંપાઇ જવાબદારી
2827 મદદનીશ ચૂંટણી અધિકારીઓને જવાબદારી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ