મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામા આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે. જેમાં વીજળી અને સિંચાઇના પાણી મુદ્દે ચર્ચા થઇ શકે છે
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
વિધાનસભામાં પસાર થનાર બિલને અપાશે બહારી
વીજળી અને સિંચાઇના પાણી મુદ્દે ચર્ચા થઇ શકે છે
આજે ગાંધીનગરમાં મળશે કેબિનેટ બેઠક
આ બેઠકમાં વીજળી અને સિંચાઈના પાણી મુદ્દે ચર્ચા થશે તેમજ વિધાનસભામાં જે બિલ પસાર કરવાને છે તેને બહાલી આપશે
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક
મુખ્ચમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાનારી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે વીજળી અને પાણીના સિંચાઈ માટેની ચર્ચાઓ કરવામાં આવી શકે છે. તેમજ બજેટસત્રમાં રજૂ થયેલા બિલોને પસાર કરવાના છે તેને બહાલી આપશે. આ સાથે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગેની સમીક્ષા કરવામાં આવશે.
પાટીદાર અનામનત આંદોલન સમયે થયેલા કેસો પરત ખેંચવા અંગે ચર્ચા કરાઈ શકે છે
આ સાથે ચૂંટણી પહેલા રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા પાટીદાર અનામત આંદોલન સમયના 10 કેસ પરત ખેંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર નેતાઓ દ્વારા અનેક વખત માગ કરાઈ હતી. રાજ્ય સરકાર કેસ પરત ખેંચવા સરકાર કોર્ટમાં જવાબ રજૂ કરશે. 15 એપ્રિલે આ અંગે કોર્ટમાં સુનાવણી થશે.તે અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી શકે છે.