બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / ટેક અને ઓટો / bsnl vip number potato trader bought vip number

ના હોય! / 'શોખ બડી ચીજ હે': બટૅકાના વેપારીએ ખરીદ્યો VIP મોબાઈલ નંબર, કિંમત એટલી કે 4 આઈફોન આવી જાય

Kavan

Last Updated: 07:20 PM, 16 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં VIP નંબર્સનું ચલણ મોટા પાયે છે. દરેક વ્યક્તિ ઈચ્છી રહી છે કે, તેનો નંબર યૂનિક હોય, તો કેટલાક લોકો યુનિક નંબર ખરીદવા માટે લાખો રૂપિયા લૂટાવતા હોય છે ત્યારે એક અચજર પમાડનારી ઘટના સામે આવી છે.

  • બટેકાના વેપારીઓ ખરીદ્યો VIP નંબર
  • નંબર માટે ચૂકવ્યા 2.40 લાખ રૂપિયા
  • રાજસ્થાનના કોટામાં રહે છે વેપારી

મળતી જાણકારી પ્રમાણે, રાજસ્થાનના કોટા શહેરના એક શખ્સે કથિત રીતે BSNLનો VIP નંબર ખરીદ્યો છે. જેના અંતિમ 6 અક્ષરો શૂન્ય છે. હરાજીમાં શખ્સે નંબર માટે 2.4 લાખ રૂપિયાની બોલી લગાવી હતી. 

આટલી કિંમતમાં તો આવી શકે છે 3 આઈફોન 

ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન પોર્ટલ પર VIP નંબર વેચાણ માટે મુકવામાં આવ્યો હતો, જ્યાં આવા ખાસ નંબરો માટે હરાજીમાં બોલી લગાવામાં આવતી હોય છે. ત્યારે રાજસ્થાનના કોટા શહેરના એક બટેકાના વેપારીએ BSNLના VIP નંબર માટે 2.4 લાખની બોલી લગાવી હતી. આટલી કિંમતમાં 3 આઈફોન વ્યક્તિ ખરીદી શકતી હોય છે તેટલા રૂપિયામાં માત્ર એક  VIP નંબર માટે આ વેપારીએ લગાવ્યા હતા. 

તનુજ દુદેજા બટાકાનો વેપાર કરે છે

આ નંબર એક સપ્તાહથી હરાજીમાં હતો. બોલી રૂ. 20,000 થી શરૂ થયું હતું અને રૂ. 2 લાખથી વધુ થયું હતું. હરાજીના વિજેતા અને BSNL મોબાઈલ નંબરના નવા માલિક કોટાના તનુજ દુદેજા છે, જે બટાકાના વેપારી છે.

બીજી વખત VIP નંબર ખરીદ્યો

ફર્રુખાબાદ ખાતેની BSNL ઑફિસમાંથી વિજેતા બિડ પછી મોબાઇલ નંબર એકત્રિત કરે છે. બીએસએનએલના કર્મચારીના જણાવ્યા મુજબ, દુડેજાને વીઆઈપી મોબાઈલ નંબર પસંદ છે. રૂ. 2.4 લાખનો વીઆઇપી નંબર તેની બીજી ખરીદી છે કારણ કે તેણે અગાઉ રૂ. 1 લાખમાં બીજો નંબર પણ ખરીદ્યો હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

BSNL OMG VIP નંબર્સ બટાકા BSNL
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ