બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / બિઝનેસ / અજબ ગજબ / boss shocked when employee resigns in one line saying mazaa nahi aa raha

OMG! / 'મજા નહીં આ રહા...' કહીને કર્મચારીએ એક લાઇનમાં આપ્યું રાજીનામું, વાંચીને દંગ રહી ગયા મોટા બિઝનેસમેન

MayurN

Last Updated: 01:05 PM, 21 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકડાઉન પછી ઓફીસના ઘણા કિસ્સા એવા જોવા મળ્યા છે કે લોકોને હસવું આવી જાય ત્યારે એક રાજીનામું પત્ર સોશીયલ મીડિયામાં વાયરલ થયું છે.

  • રાજીનામું આપવાનો અનોખો ટ્રેન્ડ
  • કર્મચારીનું રાજીનામું જોઇને બોસ પણ આશ્ચર્યચકિત
  • પત્ર ટૂંકો છે પરંતુ તેમાં ઊંડાઈ છુપાયેલી  

આજકાલ શોર્ટ રાજીનામું આપવું ટ્રેન્ડ બની ગયો
આજકાલ લોકો રાજીનામું લખવા માટે ખુબ મોટું લખાણ લખતા હોય છે. જેમાં તે કંપનીનો આભાર વ્યક્ત કરતા હોય છે. તેમના ઉપરના અધિકારીથી લઈને બોસનો આભાર વ્યક્ત કરતા હોય છે. સહકર્મી સાથે કામ કરવાની મજા આવી અને તેઓ સાથે આગળ પણ જોડાયેલ રહેશે તેવું લખતા હોય છે એવામાં ઘણા લોકો છે જે સીધા મુદ્દા પર આવવાનું પસંદ કરે છે. ત્યારે એક વ્યક્તિએ માત્ર એક જ લાઈનમાં લખાણ લખીને પોતાના બોસને રાજીનામું આપી દીધું હતું. છેલ્લા કેટલાક દિવસોથી એવા લેટર જોવા મળ્યા છે કે જે માત્ર ચાર-પાંચ શબ્દો છે. હાલમાં જ બિઝનેસમેન હર્ષ ગોએન્કાએ લિંક્ડઇન પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં કોઇએ તેને બહુ ઓછા શબ્દોમાં રાજીનામું આપ્યું છે. તેની આ તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ પત્રમાં ઘણી ઊંડાઈ છુપાયેલી
ઓછા શબ્દોમાં રાજીનામું આપવું એ હવે ટ્રેન્ડ બનતો જાય છે. આ જ ઘટનામાં બિઝનેસમેન હર્ષ ગોએન્કાએ એક ઘટના વિશે એક પોસ્ટ શેર કરી હતી. આરપીજી એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોએન્કાએ લિંક્ડઇન પર એક પોસ્ટ શેર કરી હતી, જેણે નેટિઝન્સને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ પોસ્ટમાં રાજેશ નામના કર્મચારીએ લખેલું રાજીનામું બતાવવામાં આવ્યું છે, જેની સાથે હર્ષ ગોએન્કાએ લખ્યું છે કે, "આ પત્ર ટૂંકો છે પરંતુ તેમાં ઘણી ઉંડાઈ છે. એક ગંભીર સમસ્યા, જેને આપણે બધાએ ઉકેલવાની જરૂર છે."

 

રાજીનામામાં કઈક આવું હતું
તમે વિચાર આવતો હશો કે આ પત્રમાં એવું ખાસ શું છે ? અત્યારે રાજેશે પોતાના બોસના વખાણ કરવા માટે લાંબાં-લાંબાં વાક્યો ઉમેરવાને બદલે કંઈક એવું લખ્યું છે કે કદાચ આપણે તેના બોસને સૌથી ટૂંકી અલવિદા કહી શકીએ. લિંક્ડઇન પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોમાં જૂન, 2022નું રાજીનામું બતાવવામાં આવ્યું છે. પત્રમાં લખ્યું છે, "પ્રિય હર્ષ, હું રાજીનામું આપું છું. મજા નથી આવી રહી. આપનો સ્નેહાધીન. રાજેશ.' આ શોર્ટ એન્ડ સિમ્પલ લેટર જોયા બાદ લોકોએ લિંક્ડઇન પોસ્ટના કમેન્ટ બોક્સમાં ચોંકાવનારા રિએક્શન આપ્યા હતા. કેટલાક યૂઝર્સ આ પત્રની અનૌપચારિકતા પર સવાલ ઉઠાવી રહ્યા છે તો કેટલાક લોકો તેને સકારાત્મક રીતે લઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા લોકોએ આપી પ્રતિક્રિયાઓ
લિંક્ડઇનના એક યુઝરે લખ્યું, "આ લગભગ દરેક કર્મચારીની ભાવના છે, પરંતુ દરેક વ્યક્તિ આ દુખ વ્યક્ત કરી શકતા નથી. સૌથી વાસ્તવિક રાજીનામાં પત્ર." જ્યારે બીજાએ લખ્યું, "મજા નથી આવતી- આ કઈક બીજી તરફ જ ઈશારો કરે છે. આના મૂળ કારણને ઓળખવાની જરૂર છે." આ રાજીનામાનો આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક બીજા નાના રાજીનામાંના પત્રના થોડા સમયમાંજ  આવ્યો છે, જેમાં લખ્યું હતું, "બાય બાય સર". આ પછી મીમ્સનું પૂર આવ્યું  હતું કારણકે લોકોએ કોર્પોરેટ જીવનની આવી જ નોંધ યાદ કરવાનું શરુ કરી દીધું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ