બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / body major sign and symptoms of vitamin B12 deficiency

હેલ્થ / અલર્ટ થઈ જજો.! આ 4 સંકેત બતાવે છે કે શરીરમાં વિટામિન B12 થયો ઓછો, આ ટિપ્સ કરો ફોલો, બમણી તાકાત આવશે

Bijal Vyas

Last Updated: 10:48 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીરમાં કોઇપણ વિટામિનની ઉણપ હોય તો કોઇને કોઇ તકલીફ રહ્યાં જ કરે છે. અત્યારે મોટાભાગના લોકોમાં બી12ની ઉણપ જોવા મળે છે. જાણો વિગત

  • વિટામિન B12 ની ઉણપ શરીરને શક્તિહીન બનાવે છે
  • ટામિન B12 લોહીમાં RBC અને DNAનું નિર્માણ કરે છે
  • વિટામિન B12 ની ઉણપ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે

Symptoms of Vitamin B12 Deficiency: વિટામિન B12 એ પાણીમાં રહેલુ પ્રવાહી વિટામિન છે. તે લગભગ તમામ પ્રકારના ખોરાકમાં જોવા મળે છે. વિટામિન B12માં મિનરલ કોબાલ્ટ, કંપાઇડ વગેરે જોવા મળે છે, તેથી તેને કોબાલામિન્સ પણ કહેવામાં આવે છે. વિટામિન B12 આપણા શરીરના ઓવર ઓલ વિકાસ માટે જરૂરી છે. આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, આરબીસીની રચના, ડીએનએનું સિંથેસિસ, કઇ રીતે એન્ઝાઇમ બનાવા વગેરે માટે ખૂબ જરુરી છે.

આ જ કારણ છે કે વિટામિન B12 ની ઉણપ શરીરને શક્તિહીન બનાવે છે. વિટામિન B12 એ પાણીમાં પ્રવાહી વિટામિન હોવાથી, કોઈપણ ખાદ્યપદાર્થને પાણીમાં નાખતાં જ વિટામિન B12 બહાર નીકળવાનું શરૂ કરી દે છે. આ જ કારણ છે કે મોટાભાગની વસ્તુઓમાં વિટામિન B12 હોવા છતાં ઘણા લોકોમાં તેની ઉણપ થઈ જાય છે.

શરીરમાં ના થવા દો Vitamin B12ની કમી, નહીં તો આ 4 મોટા નુકસાન માટે રહો તૈયાર  | vitamin b12 deficiency disease health problem

વિટામિન B12 ની ઉણપ શરીરને લાચાર બનાવે છે. કંઇ પણ કામ કરવાનું મન થતું નથી. વિટામિન B12 લોહીમાં RBC અને DNAનું નિર્માણ કરે છે. તેથી જ જ્યારે તેની ઉણપ હોય છે ત્યારે એનિમિયા એક રોગ બની જાય છે. જેના કારણે નસો પણ કમજોર થવા લાગે છે. જેના કારણે શરીર એનર્જીલેસ થવા લાગે છે. વિટામિન B12 ની ઉણપથી ગંભીર માથાનો દુખાવો, નબળાઇ, થાક, માથાનો દુખાવો, ઝડપી ધબકારા, શ્વાસ લેવામાં તકલીફ, ચામડીના રંગમાં ઘટાડો અને નસો સંબંધી સમસ્યાઓ થાય છે.

વિટામિન B12ની ઉણપના લક્ષણ 
1. થાક અને નબળાઈ:
એક હેલ્થ વેબસાઈટ અનુસાર, જ્યારે શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોય છે, ત્યારે લોહીમાં RBC ઘટી જાય છે. જેના કારણે તમામ અંગો સુધી ઓક્સિજન યોગ્ય રીતે પહોંચતો નથી. જ્યારે અંગોમાં ઓક્સિજનની ઉણપ હોય છે, ત્યારે બધા અંગોમાં થાક અને નબળાઇ શરૂ થાય છે. તેની સાથે જ ગંભીર માથાનો દુખાવો પણ થાય છે.

આ વિટામિનની ઉણપના કારણે નબળા પડી જાય છે હાડકાં, સમય રહેતા સાવધાન થઈ જજો,  નહીં તો થશે મોટી મુશ્કેલીઓ | vitamin d vitamin k calcium protein vitamin  deficiency causes weak bones

2. મેગાલોબ્લાસ્ટિક એનિમિયા: જો શરીરમાં વિટામિન B12ની ગંભીર ઉણપ હોય, તો તે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા થઇ જાય છે. આમાં RBCનું કદ મોટું થાય છે. આ ખૂબ જ ખતરનાક સ્થિતિ છે. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે, તો તે ઘાતક પરિણામો તરફ લઇ જઇ શકે છે.

3. યાદશક્તિમાં ઘટાડો અને મૂંઝવણ:  વિટામિન B12 ની ઉણપ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે. મગજની કામગીરી પણ આનાથી પ્રભાવિત થઈ શકે છે. આનાથી યાદશક્તિમાં ઘટાડો અને મૂંઝવણ થાય છે. આભાસની ફરિયાદ રહે છે.

4. ઘાતક એનિમિયાઃ આ રોગમાં વિટામિન B12નું શોષણ શક્ય નથી. જેના કારણે લોહીમાં RBCની ઉણપ થાય છે. શરીરમાં આરબીસીની ઉણપને કારણે ખૂબ થાક લાગે છે અને બેભાનની સ્થિતિ આવી શકે છે.

5. નસોમાં અને હાથ અને પગમાં કળતરઃ વિટામિન B12 ની ઉણપથી નસોને નુકસાન થાય છે. આ સાથે હાથ-પગમાં કળતર થવા લાગે છે.

વિટામિન બી12 ની ઉણપ દૂર કરવા શું કરવું ?
હેલ્થ રિપોર્ટ મુજબ, વિટામિન B12ની ઉણપ માટે ઈંડા, માછલી, ફોર્ટિફાઈલ સેરેલ્સ, દૂધ, અનાજ, લીલા શાકભાજી વગેરેનું સેવન વધારવું જોઈએ. જો થોડા દિવસો સુધી થાક લાગ્યા જ કરે તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ