બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / વિશ્વ / blue origin's Rocket Booster Crashes But No Casualties

OMG / જેફ બેઝોસની કંપનીનું રોકેટ બૂસ્ટર ક્રેશ, સ્પેસ ટુરિઝમને મોટો ઝટકો, કરોડોનું નુકસાન

Khevna

Last Updated: 12:36 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાનાં બ્લૂ ઓરિજિને છોડેલ ન્યૂ શેપર્ડ રોકેટ બૂસ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું છે.

  • અંતરીક્ષની ઉડાન ભરી રહેલા રોકેટનું બૂસ્ટર ક્રેશ 
  • અમેરિકા બ્લૂ ઓરિજિનને લાગ્યો ઝટકો 
  • આ એક પેલોડ મિશન હતું 

અંતરીક્ષની ઉડાન ભરી રહેલા રોકેટનું બૂસ્ટર ક્રેશ 

અમેરિકાનાં જેફ બેજોસની અંતરીક્ષની સફર કરાવનાર કંપની બ્લૂ ઓરિજિનને સોમવારે મોટો ઝટકો લાગ્યો છે. તેના દ્વારા છોડવામાં આવેલા ન્યૂ શેપર્ડ રોકેટ બૂસ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું છે. જોકે તેની કેપ્સ્યુલ બચી ગઈ અને તે  સુરક્ષિત ધરતી પર પરત ફરી ગયું. આ એક પેલોડ મિશન હતું, એટલા માટે આમાં કોઈ અંતરીક્ષ યાત્રી સવાર ન હતું. પરંતુ કંપનીનાં અંતરીક્ષ પર્યટન માટે આ એક આઘાત માનવામાં આવી રહ્યો છે. 

અમેરિકા બ્લૂ ઓરિજિનને મોટો ઝટકો 

બ્લૂ ઓરિજીને જણાવ્યું કે ટેક્સાસમાં પ્રક્ષેપણ સ્થળથી સોમવારે સવારે 8:30વાગ્યે ન્યૂ શેપર્ડ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં કોઈ અંતરીક્ષ યાત્રી ન હતું, કેમકે આ એક પેલોડ મિશન હતું. બ્લૂ ઓરિજીને ટ્વિટ કરીને આ અકસ્માત વિશે જાણકારી આપી છે. કંપનીએ જણાવ્યું છે કે રોકેટની ઉડાન દરમિયાબ બૂસ્ટરનાં ફેલ થતાં જ  કેપ્સ્યુલ એસ્કેપ સિસ્ટમ એટલે કે કેપ્સ્યુલને બચાવનાર તંત્ર સક્રિય થઈ ગયું અને તેણે કેપ્સ્યુલને બૂસ્ટરથી અલગ કરી દીધી. ત્યાર બાદ કેપ્સ્યુલ સુરક્ષિત ધરતી પર ઉતરી ગયું. બૂસ્ટરે જમીનને પ્રભાવિત કરી.  અકસ્માતમાં કોઈ ઇજા થવાની સૂચના મળી નથી. 

અંતરીક્ષ પર્યટન માટે ઝટકો 

આ ઘટના બ્લૂ ઓરિજિન અને અમેરિકામાં ઝડપથી ઊભરતા અંતરીક્ષ પર્યટન ઉધોગ માટે એક ઝટકો છે. બ્લૂ ઓરિજિને ગત વર્ષે અંતરીક્ષના સફર માટે ઉડાનો શરૂ કરી હતી. તેણે અત્યાર સુધી 32 યાત્રીઓને નક્કી કરવામાં આવેલા મૂલ્યો પર અંતરીક્ષની યાત્રા કરાવી છે.  આ યાત્રીઓમાં જેફ બેજોસ અને સ્ટાર ટ્રેકનાં વિલિયમ શેટનર સામેલ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ