બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / BJP-Shiv Sena battle for prestige in Dadra Nagar Haveli Lok Sabha by-election; Voting tomorrow

સાખ દાવ પર / દાદરા નગર હવેલી લોકસભા પેટા ચૂંટણીમાં ભાજપ-શિવસેના વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ; કાલે મતદાન

Mehul

Last Updated: 09:00 PM, 29 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાદરા નગર હવેલી લોકસભાની પેટાચૂંટણીનું શનિવારે  મતદાન થશે.  પૂર્વ સાંસદ મોહન ડેલકરના અપમૃત્યુ બાદ આ બેઠક ખાલી પડી છે. ભાજપમાંથી મહેશ ગાવિત,શિવસેનામાંથી કલાવતી ડેલકર મેદાનમાં

  • દાદરા નગર હવેલી લોકસભા બેઠક 
  • શનિવારે મતદાન-BJP-શિવસેના વચ્ચે જંગ 
  • સ્વર્ગીય ડેલકરના પત્ની છે ચૂંટણીમાં ઉમેદવાર 

દાદરા નગર હવેલી લોકસભાની પેટાચૂંટણીનું શનિવારે  મતદાન થશે.  પૂર્વ સાંસદ મોહન ડેલકરના અપમૃત્યુ બાદ આ બેઠક ખાલી પડી છે. મોહન ડેલકર લાંબા સમયથી  અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવતા હતા. આ બેઠક પરની પેટા ચૂટણીમાં  333 મતદાન મથકો પર 2.58 લાખ જેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.  ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને શિવસેનાના ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ છે. વિશેષ તો ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભા બેઠક માટે ખરાખરીનો જંગ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પર ડેલકરનાં પત્ની કલાવતી શિવસેનામાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં છે 

ભાજપમાંથી મહેશ ગાવિત ઉમેદવાર 

મોહન ડેલકરનાં નિધનથી ખાલી પડેલી દાદરા નગર હવેલી લોકસભા બેઠક માટે ભાજપે મહેશ ગાવીતને લોકસભાની ચૂંટણી માટે  મેદાનમાં ઉતાર્યા છે. ડેલકરના વર્ચસવાળી આ બેઠક કબજે કરવા ભાજપે પ્રચાર માટે કેન્દ્ર અને પ્રદેશ નેતાઓની ટીમ મેદાનમાં ઉતારી હતી. જેમાં  મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવિસ, ગુજરાત  ભાજપ પ્રદેશ  પ્રમુખ પાટીલે સભા કરી હતી. તો કેન્દ્ર સરકારમાં મંત્રી પુરષોત્તમ રૂપાલા, સ્મૃતિ ઈરાની, ઉપરાંત  મનોજ તિવારીએ પણ સભા સંબોધી હતી. ભાજપ માટે પણ આ બેઠક પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.

શિવસેનામાંથી કલાવતી ડેલકર 

બીજી તરફ, શિવસેનાના ઉમેદવાર તરીકે સ્વર્ગીય મોહન ડેલકરનાં પત્ની કલાવતીએ ચૂંટણી જંગમાં પહેલીવાર ઝુકાવ્યું છે. ડેલકર પરિવાર માટે લોકસભાની વર્તમાન પેટાચૂંટણી અસ્તિત્વના જંગ સમાન છે.ત્યારે,શિવસેના તરફથી સંજય રાઉત અને આદિત્ય ઠાકરે પાર્ટીનો પ્રચાર કલાવતી ડેલકર માટે કરી ચૂક્યા છે.દાદરા નગર હવેલી લોકસભા વિસ્તારમાં 9 મતદાન મથકો અતિસંવેદનશીલ ગણાવાયા છે ત્યારે પોસ્ટલ બેલેટસથી દિવ્યાંગો, અસ્વસ્થ લોકોએ 820 જેટલા મતદાતાઓએ પોસ્ટલ મતદાન કર્યું છે 

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન 

દાદરાનગર હવેલી લોકસભા બેઠક માટે શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા પાર પાડવા પોલીસ, અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે, 10 પેરામિલિટરી ફોર્સની કંપનીઓ, 18 સ્ટ્રેટિક ટીમો પણ તૈનાત કરાઈ છે. આ ઉપરાંત ચૂંટણી પંચ તરફથી ચૂંટણી લગતી ફરિયાદો માટે એક નંબર જાહેર 1077 કરી, આ પર ફરિયાદ કરવા જણાવાયું છે 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ