બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / BJP MLA wants Gujarat CM and DYCM gave resignation said Amit Chavda

ભાજપમાં ભડકો / CM બદલવાની લડાઈ ઈનામદારે શરૂ કરી, ભાજપના જ લોકો CMને હટાવવા માંગે છેઃ ચાવડા

Gayatri

Last Updated: 01:11 PM, 23 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલથી ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. ગઈકાલે કેતન ઈનામદારના રાજીનામા બાદ આજે વડોદરાના સાવલી નગરપાલીકામાં રાજીનામાનો સિલસિલો ચાલ્યો છે. ત્યારે વિપક્ષના નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણી પણ મેદાને આવ્યા છે. અમિત ચાવડાએ કહ્યુ હતુ કે, ભાજપના ધારાસભ્યો જ CM રૂપાણી અને DYCM નીતિન પટેલને ઘરભેગા કરવા માંગે છે. હાલ ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે

 • પ્રજા તો ત્રસ્ત છે જ પણ ધારાસભ્યો પણ નારાજ છે
 • ભાજપમાં ઉકળતો ચરુ
 • જનતા બાદ ધારાસભ્યોની નારાજગી સામે આવી રહી છે
 • આ ભાજપ સરકારની નિષ્ફળતા છે

વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ને સમગ્ર ભાજપમાં ખળભળાટ મચી ગયો. આ સાથે આજે સવારે નારાજ કેતનભાઈને મળવા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આવવાના હતા પરંતુ તેમની તબિયત એકાએક લથડી છે એવા સમાચાર આવે છે. આ તમામ ઘટનામાં વિપક્ષી નેતાઓએ જે પક્ષના લોકો નથી બોલી શકતા તે ચોખ્ખે ચોખ્ખુ સંભળાવી દેતા ભાજપના જ કેટલાક લોકો રાજીના રેડ થઈ ગયા હોવાની ચર્ચા છે. 

અમિત ચાવડાએ શું કહ્યું ?

 • પ્રજા તો ત્રસ્ત છે જ પણ ધારાસભ્યો પણ નારાજ છે
 • ભાજપમાં ઉકળતો ચરુ
 • જનતા બાદ ધારાસભ્યોની નારાજગી સામે આવી રહી છે
 • આ ભાજપ સરકારની નિષ્ફળતા છે
 • ધારાસભ્યએ મંત્રી-અધિકારીઓ પર આક્ષેપ કર્યા છે
 • મંત્રી-અધિકારીઓ મનમાની કરી રહ્યાં છે
 • ગુજરાતમાં મુખ્યમંત્રી બદલવાની લડાઇ ચાલી રહી છે
 • ગુજરાતમાં મંત્રી પદ મેળવવાની લડાઇ ચાલી રહી છે
 • લોકોનું દિલ જીતવામાં રૂપાણી સરકાર નિષ્ફળ
 • CM રૂપાણી-નીતિન પટેલને ધરે મોકલવાની રમત ચાલી રહી છે
 • ભાજપના કેટલાક નેતાઓ CM-DyCMને ઘરે મોકલવા માગે છે
 • અમે આશા રાખીએ છીએ કે 2022 સુધી વિજય રુપાણી જ CM રહે
 • ભાજપના લોકો જ મુખ્યમંત્રીને હટાવવા માંગે છે
 • CM અડધી પિચે રમવા જશે તો ભાજપના લોકો જ સ્ટમ્પ આઉટ કરશે

પરેશ ધાનાણીએ શું કહ્યું ?

 • કેતન ઈનામદારના રાજીનામા પર પરેશ ધાનાણીની પ્રતિક્રિયા
 • ખાનગીમાં ધારાસભ્યો અમારી પાસે આવી બળાપો કાઢે છે 
 • આ તો શરૂઆત છે, હજુ વધુ ધારાસભ્યના રાજીનામા આવશે 
 • ભાજપમાં ઈનામદાર રહી શકે,ઈમાનદાર નહી
 • ભાજપના ઇનામદાર બન્યા ઇમાનદાર
 • અન્યાય સહન ના કરો, અન્યાય સહન કરવો અપરાધ છે 
 • કોંગ્રેસમાં આવે તો સ્વાગત તેમનું છે 
 • કોંગ્રેસમાં જોડાશે તો કોંગ્રેસ તેમને આવકારશે
 • ભાજપમાં સરમુખત્યારશાહી છે.
 • અત્યારે સરકાર કોઈનું સાંભળતી નથી.
 • રાજેન્દ્ર ત્રિવેદી ઇનામદારનું રાજીનામું સ્વીકારે 
 • કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા રાતોરાત સ્વીકારાતા હતા
 • ભાજપની ભય,ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ
 • સાચુ બોલનાર કોઇ પણને કોંગ્રેસનો ટેકો

સંકળાયેલા મુદ્દાઓ

Amit Chavda BJP Congress leader Paresh dhanani DyCM Nitin Patel Gujarat CM cm rupani અમિત ચાવડા કેતન ઈનામદાર ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ધારાસભ્ય સીએમ રૂપાણી politics
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ