બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / Politics / BJP Conspiracy to Kill Kejriwal: Sisodia's Serious Allegation Shakes Up Politics

આક્ષેપ / કેજરીવાલની હત્યા કરવા ભાજપનું ષડ્યંત્ર: સિસોદિયાના અતિગંભીર આક્ષેપથી રાજકારણમાં હડકંપ

Priyakant

Last Updated: 02:00 PM, 25 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BJP એ ગુજરાત અને MCD ચૂંટણીમાં હારના ડરથી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને તેમાં દિલ્હીના સાંસદ મનોજ તિવારી સામેલ: સિસોદિયા

  • મનીષ સિસોદિયાના ભાજપ ઉપર અતિગંભીર આક્ષેપ
  • કેજરીવાલની હત્યા કરવા ભાજપનું ષડ્યંત્ર: સિસોદિયા
  • ગુજરાત અને MCD ચૂંટણીમાં હારના ડરથી કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડ્યું: સિસોદિયા

દિલ્હી MCD ચૂંટણીના પડઘમ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ ઉપર અતિગંભીર આક્ષેપ લગાવ્યો છે. મનીષ સિસોદિયાએ ગુરુવાર, 24 નવેમ્બરના રોજ આરોપ લગાવ્યો હતો કે, BJP એ ગુજરાત અને MCD ચૂંટણીમાં હારના ડરથી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને તેમાં દિલ્હીના સાંસદ મનોજ તિવારી સામેલ હતા. સિસોદિયાએ કહ્યું, આમ આદમી પાર્ટી (AAP) આવી ક્ષુદ્ર રાજનીતિથી ડરતી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ પોલીસ કમિશનરને આરોપોની સંજ્ઞાન લેવાનો નિર્દેશ આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉપરાજ્યપાલે નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સહિત AAP નેતાઓના ટ્વીટ અને નિવેદનોની નોંધ લીધી છે અને પોલીસ કમિશનરને આવી ઘટના ન બને તેની ખાતરી કરવા જણાવ્યું છે. 

સિસોદિયાએ કર્યા મનોજ તિવારી પર આક્ષેપો 

સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, “ગુજરાત અને MCD ચૂંટણીમાં હારના ડરથી ભાજપ અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહ્યું છે. તેમના સાંસદ મનોજ તિવારી ખુલ્લેઆમ તેમના ગુંડાઓને અરવિંદ જી પર હુમલો કરવા માટે કહી રહ્યા છે અને તેના માટે સંપૂર્ણ પ્લાનિંગ કર્યું છે. તમે તેમની ક્ષુદ્ર રાજનીતિથી ડરતા નથી, હવે જનતા તેમની ગુંડાગીરીનો જવાબ આપશે.

શું કહ્યું મનીષ સિસોદિયાએ ? 

અગાઉ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, દિલ્હીના લોકો ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપશે જે MCDમાં તેના 15 વર્ષના કાર્યકાળ દરમિયાન તેની પ્રાથમિક જવાબદારી નિભાવવામાં "નિષ્ફળ" રહી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન છે.

આ સાથે સિસોદિયાએ કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીના રહેવાસીઓ નાગરિક સંસ્થાથી 'કંટાળી ગયા છે' અને આ વખતે તેઓ વિકાસ માટે કામ કરતી પાર્ટીને પસંદ કરશે. તેમણે કહ્યું, “લોકો કહે છે કે ભાજપ છેલ્લા 15 વર્ષથી MCDમાં જનતા સાથે છેતરપિંડી કરી રહી છે. લોકો પોતાના કચરાના ગેરવહીવટથી પણ કંટાળી ગયા છે. આ વખતે લોકો તે પક્ષને પસંદ કરશે જે વિકાસ માટે કામ કરે. MCD ચૂંટણી માટે 4 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ