ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / BJP appoints partys state incharges & coincharges for states

BIG NEWS / મિશન 2024: ભાજપે લોકસભા 2024ની ચૂંટણી તૈયારીઓ શરૂ કરી, રૂપાણી સહિત 23 નેતાઓને આપી મોટી જવાબદારી

Published By: Pravin

Last Updated: 07:31 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને ચૂંટણી પ્રભારીઓ નિયુક્ત કર્યા છે.

ADVERTISEMENT

  • 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે તૈયારી આદરી
  • અલગ અલગ 13 રાજ્યોમાં ચૂંટણી પ્રભારીની નિમણૂંક કરી
  • ગુજરાતમાંથી વિજય રૂપાણીને મળી મોટી જવાબદારી

ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને અત્યારથી તૈયારીઓ હાથ ધરી છે, જે અંતર્ગત સમગ્ર દેશમાં ભાજપે ચૂંટણી પ્રભારીઓની નિમણૂંક કરી છે. 

ભાજપે રાજ્યોના નવા પ્રભારી નિયુક્ત કર્યા છે. બિહાર પ્રભારી વિનોદ તાવડેને પ્રભારી, જ્યારે હરીશ દ્વિવેદદીને સહપ્રભારી બનાવ્યા છે. ઓમ માથુર છત્તીસગઢના પ્રભારી બનાવ્યા છે. નિતિન નવીન સહ પ્રભારી બનાવ્યા છે. હરિયાણાના પ્રભારી વિપ્લવ દેવ, ઝારખંડના લક્ષ્મીકાંત બાજપેઈ, કેરલના પ્રકાશ જાવડેકર, મધ્ય પ્રદેશના મુરલીધર રાવ, પંજાબના વિજય રુપાણી, તેલંગણાના તરુણ ચુગ, રાજસ્થાનના અરુણ સિંહ, ત્રિપુરાના મહેશ શર્મા અને પશ્ચિમ બંગાળના મંગલ પાંડે પ્રભારી બનાવ્યા છે. તો વળી સમગ્ર ઉત્તર પૂર્વ રાજ્યોના સંયોજક સંબિત પાત્રાને બનાવ્યા છે. 

144 સીટો પર જીત માટે ભાજપે બનાવી છે રણનીતિ


ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષે 6 સપ્ટેમ્બરે 144 લોકસભા સીટો પર પાર્ટીને વધારે મજબૂત કરવા માટે કેન્દ્રીય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક બોલાવી હતી. આ દરમિયાન આ સીટો પર જીતવાની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. આ એવી સીટો છે, જેના પર ભાજપે 2019માં લોકસભા ચૂંટણીમાં બીજા અથવા ત્રીજા નંબર પર રહી હતી, અથવા તો હારનો સામનો કરવો પડ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

2024 election BJP JP Nadda Loksabha Election state incharges & coincharges 2024 election

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ