Bihar Election : sign Of Increase in polling percentage in first phase
ચૂંટણી /
કોરોનાકાળમાં બિહારમાં બમ્પર વોટિંગ, શું ભાજપ-નીતીશ માટે ખતરાની ઘંટી ? કે પછી ફાયદો ?
Team VTV04:47 PM, 28 Oct 20
| Updated: 04:49 PM, 28 Oct 20
બિહારમાં ત્રણ ચરણમાં મતદાન થઇ રહ્યું છે જેમાં પ્રથમ ચરણ માટે આજે મતદાન થયું જેમાં જોવા મળ્યું કે બિહારમાં જે પ્રમાણમાં મતદાન થાય છે તે રીતે વધુ સંખ્યામાં મતદાતાઓ ઘરની બહાર નીકળી રહ્યા છે.
સામાન્યપણે માનવામાં આવે છે કે વધુ વોટિંગ થાય તો સરકાર માટે ખતરાની ઘંટી
બિહારમાં ભાજપ-જેડીયુ અને આરજેડીના મહાગઠબંધન વચ્ચે ટક્કર
કોરોના હોવા છતાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું
દેશ અને દુનિયામાં કોરોના વાયરસ મહામારીના કારણે તબાહી જોવા મળી છે. ભારતમાં કોરોના મહામારી વચ્ચે બિહાર પહેલું રાજ્ય છે જ્યાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. બિહારમાં નીતીશ કુમાર અને ભારતીય જનતા પાર્ટી સાથે મળી લડી રહ્યા છે જ્યારે સામે લાલૂ પ્રસાદ યાદવના દીકરા તેજસ્વી યાદવની આગેવાનીમાં કોંગ્રેસ મેદાનમાં છે. એવામાં આજે બિહારમાં પ્રથમ ચરણનું મતદાન થઇ રહ્યું છે ત્યારે લોકોમાં મહામારી હોવા છતાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે બિહારની જનતાનો આ ઉત્સાહ વર્તમાન સરકારને ભારે પડે છે કે વિપક્ષને તે તો 10મી નવેમ્બરે જ ખબર પડશે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઈલેકશન કમીશન દ્વારા વોટિંગ વધારવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સુનીલ અરોડાએ કહ્યું હતું કે બિહારમાં 60 ટકા મતદાન કરાવવાના પ્રયત્નો છે અને પ્રથમ ચરણમાં આ પ્રયત્નો રંગ લાવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.
નોંધનીય છે કે સામાન્યપણે કોઈ પણ ચૂંટણીમાં જ્યારે 60થી 70 ટકા મતદાન થાય તો તેને સારી વોટિંગ માનવામાં આવે છે જ્યારે 70 ટકાથી વધારે વોટ પડે તો તેને ભારે મતદાન ગણવામાં આવે છે. બિહારમાં વર્ષ 2005માં 45.85 ટકા, 2010માં 52.73 ટકા મતદાન અને 2015માં વિધાનસભા ચૂંટણીમાં 56.91 ટકા વોટિંગ થઇ હતી.
મતદાનમાં માનવામાં આવે છે કે જોઈ વોટિંગમાં મતદાતાઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે તો તે બદલાવ કરવા માંગે છે એટલે કે જે તે રાજ્ય અને પ્રદેશની વર્તમાન સરકારથી જનતા નાખુશ છે. ચૂંટણીના પંડિતોની ભાષામાં તેને એન્ટી ઇનક્મ્બેન્સી ફેક્ટર કહેવામાં આવે છે. જોકે એવી જરૂરી નથી કે દર વખતે જ્યારે મોટી સંખ્યામાં મતદાન થાય તો જનતા સરકાર વિરુદ્ધ જ વોટ કરી રહી હોય, ઘણીવાર વિપક્ષને સબક શીખવાડવા પણ જનતા મોટી સંખ્યામાં મતદાન કરે છે.
બિહારમાં વર્ષ 1990માં જ્યારે લાલૂપ્રસાદ યાદવ બિહારની સત્તામાં બેઠા ત્યારે તે સમયે 62.4 ટકા મતદાન થયું હતું. બિહારમાં NDA માટે વધારે વોટિંગ નુકસાનકારક નહીં પરંતુ ફાયદાકારક પણ રહ્યું છે કારણ કે જ્યારે નીતીશ કુમાર સત્તામાં જ હતા અને 2010માં બમ્પર વોટિંગ થઇ તે બાદ પણ નીતીશ કુમાર જ વિજયી થઇને સામે આવ્યા અને NDAની બેઠકોમાં વધારો જોવા મળ્યો.
બિહારમાં છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં 51 ટકાની આસપાસ જ મતદાન થયું છે જેનો અર્થ છે કે અડધા મતદારો પોતાના અધિકારોનો ઉપયોગ જ નથી કર્યો. બિહાર માટે કહેવામાં આવે છે કે આ રાજ્યની જનતા રાજકારણમાં ખૂબ વધારે રૂચી રાખે છે. છતાં સવાલ ઉઠે છે કે ત્યાં મતદાન ઓછું કેમ થાય છે ?
1995માં તત્કાલીન મુખ્ય ચૂંટણી આયુક્ત ટીએન શેષન દ્વારા જે સુધારા કરવા આવ્યા તે બાદ બિહારમાં મતદાતાઓ વોટ કરવા બહાર નીકળ્યા અંને જોરદાર વોટિંગ થયું, તે સમયે રાજ્યમાં લાલૂની સરકાર બની ગઈ હતી.