Bigg Boss 13 winner prize money has doubled this year
ટેલિવૂડ /
Bigg Boss 13ની આ સુપરહિટ સીઝનની પ્રાઈસ મની થઈ ડબલ, વિજેતા થઈ જશે માલામાલ
Team VTV01:05 PM, 15 Feb 20
| Updated: 01:11 PM, 15 Feb 20
બિગ બોસ 13ની ફિનાલે આજે એટલે કે શનિવારે છે. દેશના સૌથી મોટા રિયાલિટી શોને ટોપ 5 ફાઈનાલિસ્ટ સિદ્ધાર્થ શુક્લા, આસિમ રિયાઝ, રશ્મિ દેસાઈ, શહનાઝ ગિલ અને આરતી સિંહ પણ મળી ગયા છે. આ સીઝન સુપરહિટ અને અનોખી રહી છે. જેથી હવે એવું જાણવા મળ્યું છે કે, પ્રાઈઝ મનીમાં પણ કંઈક અલગ કમાલ થવાનો છે. અત્યાર સુધી બિગ બોસના વિજેતાને 50 લાખ રૂપિયા પ્રાઈસ મની મળતું આવ્યું છે. જ્યારે રિપોર્ટ્સ મુજબ આ વખતે આ સીઝનનો વિનર માલામાલ થવાનો છે.
Bigg Boss 13ની અંતિમ ગૂગલી
પ્રાઈસ મનીમાં પણ કર્યો ફેરફાર
આ સીઝનના વિજેતાને મળશે ડબલ પ્રાઈઝ મની
હકીકતમાં આ સીઝન જબરદસ્ત હિટ રહી છે અને આ જ કારણથી બિગ બોસે પણ આ સીઝનમાં 4 સપ્તાહ એક્સટેન્ડ કર્યા હતા. આ અત્યાર સુધીની સૌથી લાંબી સીઝન રહી છે અને શોમાં ઘણી બધી યૂનિક બાબતો પણ જોવા મળી છે. ગુરૂવારે જ્યાં માહિના મિડ નાઈટ ઈવિક્શનમાં ઘરમાંથી બહાર થઈ ગઈ, ત્યારે પારસ છાબડાએ 10 લાખ રૂપિયા લઈને શો છોડી દીધો.
આ શો શરૂ થતા પહેલાં જ આ વાત સામે આવી ગઈ હતી કે આ વખતની સીઝનમાં પ્રાઈસ મની ડબલ કરવામાં આવી છે. જોકે, શોના મેકર્સે આ અંગે હજી સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. પણ આ વખતની સીઝન બહુ જ મજેદાર રહી છે.
હવે એવા સમાચાર આવ્યા છે કે, વિનરની જાહેરાત થયા પહેલાં જ શોની એન્ટરટેનર શહનાઝ ગિલ અને સંસ્કારી પ્લેબોય પારસ છાબડા આ શોની બહાર આવતા જ પોતાનું સ્વયંવર યોજવાના છે. 17 ફેબ્રુઆરીથી શહનાઝના સ્વયંવરનું ટેલિકાસ્ટ થશે. આ શોનો એન્કર મનીષ પોલ હશે. જ્યારે શેહનાઝના લગ્નમાં કોમેડિયન સુનીલ ગ્રોવર પણ ગુત્થીના રોલમાં જોવા મળશે.