બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Big robbery in Ahmedabad, robbers flee from bag full of jewelery and gold biscuits

લૂંટનો બનાવ / અમદાવાદમાં મોટી લૂંટ, દાગીના અને સોનાના બિસ્કિટ ભરેલી બેગ વેપારી પાસેથી આંચકી લૂંટારૂઓ ફરાર

Kiran

Last Updated: 04:34 PM, 12 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્વેલર્સના કર્મચારીની ૨૭.૪૯ લાખનાં સોના-ચાંદીનાં બિસ્કિટ ભરેલી બેગની લૂંટ, કર્મચારી અમદાવાદથી રાજસ્થાન પરત જતો હતો ત્યારે બાઈક પર આવેલા બે શખ્સ લૂંટ ચલાવી ફરાર

  • અમદાવાદના સુભાષબ્રિજ પાસે લૂંટ
  • દાગીના,સોનાના બિસ્કિટ ભરેલી બેગની લૂંટ
  • બે લૂંટારૂઓએ રાજસ્થાનના વેપારીને લૂંટ્યો

મેગાસિટી અમદાવાદમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. ત્યારે રાજસ્થાનથી અમદાવાદ આવેલ જ્વેલર્સના કર્મચારીને   સુભાષબ્રિજ પાસેથી ૨૭.૪૯ લાખનાં સોના-ચાંદીનાં બિસ્કિટની લૂંટ ચલાવીને બે બાઈકસવાર લૂંટારું ફિલ્મી ઢબે ફરાર થઈ હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે.



 

અમદાવાદના સુભાષબ્રિજ પાસે વેપારી લૂંટાયો

રાજસ્થાનમાં રહેતા ધર્મપાલ સોનીએ લૂંટની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ધર્મપાલ રાજસ્થાન બાડમેર ખાતે શિવમ્ જવેલર્સ નામની દુકાન ધરાવે છે. ધર્મપાલે તેની દુકાનમાં સોના-ચાંદીનાં બિસ્કિટ લાવવા તથા લઇ જવા આજથી સાત મહિના પહેલાં ડિલિવરીબોય તરીકે પવન શર્મા નામના યુવકને નોકરી પર રાખ્યો હતો.

દાગીના અને સોનાના બિસ્કિટ ભરેલી બેગની લૂંટ

ધર્મપાલ શિવમ્ જવેલર્સ ખાતે બુલિયન વ્યવસાયને લગતું કામકાજ અને સોનાનાં બિસ્કિટનું ખરીદ વેચાણ પણ કરે છે. બે દિવસ પહેલાં ધર્મપાલને સોનાનાં બિસ્કિટની જરૂર પડતાં તેમણે તેમના ઓળખીતા નવરંગપુરા કરુણા બુલિયન નામની દુકાન ધરાવતા સૌતિક શાહને ફોન કરીને સોનાનાં ૧૦૦-૧૦૦ ગ્રામનાં પાંચ બિસ્કિટની જરૂર હોવાની વાત કરી હતી. જેથી સૌતિકે ધર્મપાલને કહ્યું કે સોનાંનાં બિસ્કિટ પેટે રૂપિયા ૨૪.૯૧ લાખ આરટીજીએસથી મોકલી આપો. આથી ધર્મપાલે રૂપિયા સૌતિકને ટ્રાન્સફર કર્યા હતા. ત્યારે બાદ સૌતિકે ધર્મપાલને ફોન કરીને કહ્યું કે તમારો માણસ અમારી માણેકચોક ખાતે આવેલ શાખા પર મોકલી આપો. 

બાઇક પર આવેલા બે લૂંટારૂઓએ રાજસ્થાનના વેપારીને લૂંટ્યો

બીજી તરફ ધર્મપાલે તંબુ પોલીસ ચોકી પાસે આવેલ એક સોનીને  ત્યાંથી પણ ચાર ચાંદીનાં બિસ્કિટ ખરીદ્યાં હતાં તે પણ લાવવાનાં હતાં. જેથી ધર્મપાલે તેમની દુકાનમાં ડિલિવરીબોય તરીકે કામ કરતા પવનને ૨.૫૦ લાખ રોકડા, દસ હજાર રૂપિયા ભાડું તેમજ ખર્ચના રૂપિયા આપીને તેને બાડમેરથી અમદાવાદ બસમાં મોકલ્યો હતો. પવને અમદાવાદ આવીને સોનાના વેપારીને ત્યાંથી પાંચ સોનાનાં બિસ્કિટ અને ૩.૮૧૪ કિલો ગ્રામ ચાંદીનાં બિસ્કિટ લઇ લીધાં હતાં. પવન તેની પાસે રહેલી બેગમાં સોનાનાં બિસ્કિટ અને ચાંદીનાં બિસ્કિટ તેમજ, મોબાઈલ, તેમજ રોકડ રકમ, ડેબિટ કાર્ડ સહિત અગત્યના ડોક્યુમેન્ટ મૂકીને પરત રાજસ્થાન જવા માટે રિક્ષામાં બેસીને સુભાષબ્રિજ પહોંચ્યો હતો.જ્યારે પવન સુભાષબ્રિજ રિક્ષામાંથી ઊતરીને ત્યાં ઊભો હતો. 

રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

આ દરમિયાન બે અજાણ્યા શખ્સોએ બાઈક પર પવન પાસે આવીને તેના હાથમાં રહેલ ૨૭.૪૯ લાખની મતા ભરેલ   બેગ લૂંટી તે બંને ફરાર થઇ ગયા હતા. ત્યાર બાદ પવને ધર્મપાલને લૂંટની જાણ કરતાં તેઓ તાત્કાલિક અમદાવાદ આવી ગયા હતા. ધર્મપાલે આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ   ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવના સ્થળની આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની કવાયત આરંભી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ