Big revelation in Navsari wedding gift blast case police investigation
નવસારી /
ટેડીબીયરમાં બ્લાસ્ટઃ વરરાજાને નહીં પૂર્વપ્રેમિકાને મારવા રચ્યો હતો કારસો, પોલીસે કર્યા મોટા ખુલાસા
Team VTV03:48 PM, 18 May 22
| Updated: 04:36 PM, 18 May 22
પોલીસે ગીફ્ટ મોકલનાર શખ્સની ધરપકડ કરી, પૂર્વ પ્રેમીએ ટેડીબીયરમાં ડિટોનિયર માઇન ફિટ કરી સાળીને મારી નાખવાનો પ્લાન ઘડ્યો હતો
નવસારીમાં ગીફ્ટમાં બ્લાસ્ટનો મામલો
રેન્જ આઇજી રાજકુમાર પાંડિયનનું નિવેદન
પૂર્વ પ્રેમિકાને નુકસાન પહોંચાડવાનો હતો ઇરાદો
નવસારીના મીંઢાબારી માં ગિફ્ટ માં બ્લાસ્ટ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે જેમાં વરરાજા ની સાળી નો પૂર્વ પ્રેમી રાજુએ પોતાની પ્રેમીકાને મારવાનો પ્લાન અખત્યાર કર્યો હતો પણ ભૂલ થી ગિફ્ટ વરરાજાએ ખોલતા બ્લાસ્ટ થયો ને તેણે આંખમાં આવી હતી.
આરોપીએ પોતાની પ્રેમીકાને મારવાનો પ્લાન કર્યો હતો: રેન્જ આઇજી રાજકુમાર પાંડિયન
નવસારીમાં ગીફ્ટમાં બ્લાસ્ટનો મામલે રેન્જ આઇજી રાજકુમાર પાંડિયનનું પ્રેસ કોન્ફરસન્સ કરી સમગ્ર હિચકારી ઘટના અંગે ખુલાસો કર્યો છે. તેઓ કહ્યું કે પોલીસે ગીફ્ટ મોકલનાર શખ્સની ધરપકડ કરી છે તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રાજેશ ધનસુખ પટેલ દ્વારા પૂર્વ પ્રેમિકાને નુકસાન પહોંચાડવાના ઈરાદે આ ગિફ્ટ આપવામાં આવી હતી. આરોપીએ તેમાં ટેડીબીયરમાં ડિટોનિયર માઇન ફિટ કર્યું હતું. જેનાથી પોતાની પ્રેમીકાને મારવાનો પ્લાન કર્યો હતો. અગાઉ પણ આરોપીએ આપી હતી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પણ ભૂલ થી ગિફ્ટ વરરાજાએ ખોલતા બ્લાસ્ટ થયો હતો અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર કેસમાં રાજેશની સાથે મનોજ પટેલ ની પણ અટક કરવામાં આવી છે. પરિવારે પોલીસ ફરિયાદ કરી કડક કાર્યવાહી માંગ કરી છે.
વરરાજા નહીં તેની સાળી હતી ટાર્ગેટ
હાલમાં એક તરફી પ્રેમમાં પ્રેમીઓ છેલ્લી હદ વટાવતા હોય તેવા કિસ્સાઓ વધી રહ્યા છે. ગ્રીષ્મમાં વેકરીયા પ્રકરણમાં આરોપી ફેનીલ ગોયાનીને હાલમાં જ ફાંસીની સજા થઈ છે અને તેના પ્રકરણની શાહી સુકાઇ નથી ત્યાં ફરિવાર પોતાની પ્રેમિકાને જાનથી મારી નાખવાનો કારસો ઘડાયો હોય તેમ પૂર્વ પ્રેમી રાજુએ ગિફ્ટ માં સંભવિત ડીટોનેટર ફિટ કરીને તેને બ્લાસ્ટથી ઉડાવવાની કોશિશ કરી હતી પરંતુ નિયતિને કંઈક ઔર જ મંજુર હોય વરરાજા લતેશ ગાવિતે ગિફ્ટ ની અડફેટે આવ્યો હતો અને પોતાની બન્ને આખ અને પંજો ગુમાવ્યો છે.
સનકી આશિકની હરકતની કોઈને ભાળ પણ ન હતી
આ સમગ્ર પ્રકરણમાં આરોપી રાજુએ ભૂતકાળ માં પ્રેમિકા જાગૃતિને વોટ્સેપ પર મારી નાખવાની ધમકી આપી હતી.પરિવારે પોલીસ ફરિયાદ પણ કરી હતી.પણ સનકી પ્રેમી રાજુ આવા પ્રકારની નિમ્ન કક્ષાની હરકત કરશે તેવી કોઈને પણ ગંધ સુદ્ધાં આવી ન હતી.
સસરાએ આંખ ડોનેટ કરવાની તૈયારી બતાવી
માત્ર 6 દિવસના લગ્ન જીવનમા પોતાની આખ ગુમાવનારા વરરાજા લતેશને તેના સસરાએ પોતાની આખ ડૉનેટ કરવાની તૈયારી કરી છે.હાલતો પોલીસે આરોપી રાજુની અટકાયત કરીને આ કેસમાં તપાસ શરૂ કરી છે.