Team VTV11:30 PM, 19 Mar 22
| Updated: 11:33 PM, 19 Mar 22
વડોદરા જિલ્લામાં અમદાવાદની જેમ સાયન્સ સિટી બનશે તેવો નિર્ણય સરકારે કર્યો હોવાની જાહેરાત રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કરી છે. વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓની રુચી કેળવાશે
વડોદરામાં સાયન્સ સિટી બનશે
100 કરોડના ખર્ચે બનશે સાયન્સ સિટી
કાયદા-મહેસૂલ મંત્રી ત્રિવેદીનું એલાન
રાજ્યના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરામાં 100 કરોડના ખર્ચે સાયન્સ સિટી બનશે તેવી જાહેરાત કરી છે, વડોદરામાં પોતાના કાર્યલય પર આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા જિલ્લામાં અમદાવાદની જેમ સાયન્સ સિટી બનશે તેવો નિર્ણય સરકારે કર્યો હોવાની જાહેરાત કરી. રાજેન્દ્ર ત્રિવેદીએ સરકારમાં વડોદરા જિલ્લામાં સાયન્સ સિટી બનવી જોઈએ તેવી માંગણી કરી હતી, જેને સરકારે ગ્રાહ્ય રાખી છે.. પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને માહિતી આપતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓ રસ લેતા થાય તેના માટે સાયન્સ સિટી મહત્વનો ભાગ ભજવે છે, નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાયન્સ સિટી ઊભી કરી, જેના કારણે આખા દેશમાં નામના થઈ, આજે દેશભરમાંથી સાયન્સ સિટીમાં લોકો મુલાકાત માટે આવે છે...વડોદરામાં સાયન્સ સિટી માટે 100 કરોડનું ફંડ ફાળવવાની સરકારે જાહેરાત કરી છે.
નાના બાળકોને સાયન્સ સિટીને લઈ એક કુતૂહલ હોય છે, સાયન્સ સિટીમાં એનર્જી એજ્યુકેશન પાર્ક, વિન્ડ એનર્જી, જીયો થર્મલ એનર્જી હશે, પેટ્રોલીયમ અને પેટ્રો કેમિકલની જાણકારી હશે..સાયન્સ સિટી ખૂબ જાણકારી અને માહિતીસભર હશે...લાઇફ સાયન્સ પાર્ક પણ સાયન્સ સિટીમાં હશે..વડોદરા નું એક નવું નજરાણું ઉભુ થશે, જેમાં હોલ ઓફ સ્પેસ, હોલ ઓફ સાયન્સ રહેશે. સાયન્સ સિટીમાં બધી જ પ્રવતીઓ હશે જેને બાળક સમજી શકશે, વિવિધ પ્રકારના છોડ પણ સાયન્સ સિટીમાં હશે, રોબોટિક ગેલેરી, નેચર પાર્ક પણ સાયન્સ સિટીમાં હશે.. હાલમાં સાયન્સ સિટી માટે જગ્યા વિચારણા હેઠળ છે. ટુંક સમયમાં જગ્યા ફાયનલ કરી સાયન્સ સિટી માટે ખાતમુહર્ત કરવામાં આવશે.