બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / Big blow to Akhilesh Yadav in UP, BJP played this master stroke to demolish the fortress of Samajwadi Party

રાજનીતિ / UPમાં અખિલેશ યાદવને મોટો ઝટકો, સમાજવાદી પાર્ટીના કિલ્લાને તોડી પાડવા ભાજપે ખેલ્યો આ માસ્ટર સ્ટ્રોક

Priyakant

Last Updated: 09:39 AM, 30 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ સરકારમાં તત્કાલીન આયુષ મંત્રીએ અગાઉ વિધાનસભા ચૂંટણી પહેલા પછાત વર્ગની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવી અખિલેશ યાદવ સાથે હાથ મિલાવ્યા હતા

  • પશ્ચિમ યુપીમાં ભાજપ સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો આપશે
  • ભાજપ સરકારના પૂર્વ મંત્રી ધરમસિંહ સૈની આજે ભાજપમાં જોડાશે
  • ખતૌલીમાં જાહેર સભા દરમિયાન સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં BJPમાં જોડાશે 

પશ્ચિમ યુપીમાં આજે ભાજપ સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો આપશે. વિગતો મુજબ સહારનપુરના સમાજવાદી પાર્ટીના મજબૂત નેતા અને પૂર્વ મંત્રી ધરમ સિંહ સૈની ખતૌલીમાં જાહેર સભા દરમિયાન સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં ભાજપમાં જોડાશે. પશ્ચિમ યુપીના પછાત વર્ગમાં ભાજપ માટે આને મોટો ફટકો માનવામાં આવે છે. આને સૈનીની ભાજપમાં ઘર વાપસી કહેવામાં આવી રહી છે.

હકીકતમાં સૈનીએ વિધાનસભા ચૂંટણી પહેલા પછાત વર્ગની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવી અખિલેશ યાદવ સાથે હાથ મિલાવ્યા હતા. તે સમયે સૈની ભાજપ સરકારમાં આયુષ મંત્રી હતા. કહેવાય છે કે, સહારનપુરથી ચૂંટણી હાર્યા બાદ સપામાં ધરમ સિંહ સૈનીને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હતા.

શું કહ્યું હતું ધરમસિંહ સૈનીએ ? 

ધરમ સિંહ સૈનીએ કહ્યું હતું કે, મેં બીજેપી છોડી દીધી કારણ કે, મારું કોઈ પણ રીતે સાંભળવામાં આવ્યું ન હતું. સંસ્થાના હોદ્દેદારોને પણ સાંભળવામાં આવ્યા ન હતા. જ્યારે 140 ધારાસભ્યોએ ધરણા કર્યા ત્યારે બધાને ધમકી આપવામાં આવી હતી, તેથી જ બધાએ નક્કી કર્યું હતું કે તેઓ યોગ્ય જવાબ આપશે. સૈનીએ એવો પણ દાવો કર્યો હતો કે, દરરોજ એક મંત્રી અને 2 થી 3 ધારાસભ્યો તેમની સાથે ભાજપ છોડશે. ત્યારે ચૂંટણી પહેલા ભાજપના 20 જેટલા નેતાઓએ ભાજપ છોડી દીધું હતું.

નોંધનીય છે કે, વર્ષ 2019માં ભાજપના ધારાસભ્યો વિધાનસભાની અંદર તેમની જ સરકાર વિરુદ્ધ ધરણા પર બેઠા હતા, જોકે સરકાર અને સ્પીકરના આશ્વાસન પછી ધારાસભ્યોએ ધરણા કાર્યક્રમ પાછો ખેંચ્યો હતો. 

મહત્વનું છે કે, ડો.ધરમસિંહ સૈની એક જ બેઠક પરથી સતત ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2002માં સરસાવા (હાલ નકુડ) વિધાનસભા બેઠક પરથી બસપા તરફથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. આ પછી 2007ની ચૂંટણીમાં અને ફરીથી 2012 (હાલ નકુડ)માં તેઓ BSP તરફથી ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. આ પછી 2016માં તેણે પોતાનું બેનર બદલ્યું. તેણે 2017ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને ચોથી વખત ચૂંટણી જીતી હતી. ત્યારબાદ 2022માં વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપ છોડીને સપામાં જોડાયા હતા. તેઓ નકુડથી ચૂંટણી લડ્યા હતા પરંતુ ભાજપના ઉમેદવાર મુકેશ ચૌધરી સામે 315 મતોના માર્જિનથી હારી ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ