આખરે ગુજરાતનાં નવા મુખ્યમંત્રીનાં નામની જાહેરાત કરવામાં આવી છે જેમા સામે આવ્યું છે કે હવે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની કમાન સંભાળશે અને મુખ્યમંત્રી બનશે. ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાના ધારાસભ્ય તરીકે રહી ચૂક્યાં છે અને આનંદીબેન પટેલના નજીકના નેતા મનાય છે.
ગુજરાતને મળ્યા નવા મુખ્યમંત્રીની જાહેરાત
ભૂપેન્દ્ર પટેલ સંભાળશે ગુજરાતની રાજગાદી
કમલમમાં દિગ્ગજ નેતાઓની બેઠક બાદ જાહેર થયું નામ
સંભાળશે ગુજરાતની રાજગાદી
એક બાદ એક ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ દ્વારા મોટી બેઠકો બાદ આખરે ગુજરાતનાં નવા મુખ્યમંત્રીનાં નામની જાહેરાત કરવામાં આવી છે. ગઇકાલે રૂપાણીનાં રાજીનામાં બાદ ઘણા બધા નામો ચર્ચામાં ચાલી રહ્યા હતા ત્યારે આખરે ભૂપેન્દ્ર પટેલ પર કળશ ઢોળી દેવામાં આવ્યો છે અને તેમના નામની જાહેરાત થતાંની સાથે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
કોણ છે ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ એક ભારતીય રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે લડીને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય બન્યા.તેમણે 117,000 મતદારોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી, જે આ ચૂંટણીમાં ભાજપ માટે ગુજરાતના કોઈપણ મતવિસ્તાર માટે સૌથી મોટો છે.
સવારથી બેઠકોનો દોર
નોંધનીય છે કે આજે કેન્દ્રથી મોટા નેતાઓ ગુજરાત આવ્યા અને તે બાદ એક બાદ કે નેતાઓ સાથે બેઠક કરવામાં આવી હતી. કોર કમિટીની બેઠક પહેલા પાટિલના ઘરે મોટી બેઠક કરવામાં આવી હતી અને તે બાદ ભાજપનાં તમામ નેતાઓ કમલમમાં પહોંચ્યા હતા. કમલમમાં સવારથી જ પાર્ટીનાં કાર્યકર્તાઓની હલચલ તેજ થઈ ગઈ હતી અને કેન્દ્રથી આવેલ નિર્દેશ અનુસાર નામ જાહેર કરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે.
કેન્દ્રનાં મહારથીઓએ આખો દિવસ કર્યું મહામંથન
ગુજરાતમાં વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોરદાર હલચલ જોવા મળી રહી છે. રાજ્યમાં નવા મુખ્યમંત્રીને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ છે, સમગ્ર રાજ્યની નજર અત્યારે કમલમ પર છે અને કયું નામ સામે આવે છે તેની રાહ જોવામાં આવી રહી છે ત્યારે કેન્દ્રથી બે નેતાઓ નિરીક્ષક તરીકે ગુજરાતમાં આવેલા છે ત્યારે એરપોર્ટ પર નિરીક્ષકે મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોરદાર હલચલ જોવા મળી રહી છે. રાજ્યમાં નવા મુખ્યમંત્રીને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ છે, સમગ્ર રાજ્યની નજર અત્યારે કમલમ પર છે અને કયું નામ સામે આવે છે તેની રાહ જોવામાં આવી રહી છે ત્યારે કેન્દ્રથી બે નેતાઓ નિરીક્ષક તરીકે ગુજરાતમાં આવેલા છે ત્યારે એરપોર્ટ પર નિરીક્ષકે મોટું નિવેદન આપ્યું હતું. કેન્દ્રથી નરેન્દ્ર સિંહ તોમર અને તરુણ ચુગ ગુજરાત આવેલા છે અને પાટિલનાં નિવાસ સ્થાને આ મુદ્દે બેઠક કરવામાં આવી છે. આ બેઠક પહેલા એરપોર્ટ પર નરેન્દ્ર સિંહ તોમરે મોટું નિવેદન આપ્યું હતું. તોમરે કહ્યું કે જે પણ મુખ્યમંત્રી હશે તે ધારાસભ્યોમાંથી જ કોઈ હશે. તોમરે કહ્યું કે ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં આવશે અને અમે પાર્ટી અધ્યક્ષ સાથે ચર્ચા કરીને નવા મુખ્યમંત્રી અંગે ચર્ચા કરીશું.
સવારે નીતિન પટેલે આપ્યું હતું સૂચક નિવેદન, જુઓ શું કહ્યું હતું