ન્યૂઝ અપડેટ્સ
VTV / Politics / bharat jodo yatra a women said rahul gandhi ready to get him married to a tamil girl
ADVERTISEMENT
ADVERTISEMENT
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શનિવારે સાંજે કેરલ પહોંચી ગઈ હતી. અહીં હજારો કોંગ્રેસી કાર્યકર્તાઓએ તમિલનાડૂ સરહદ પર તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. કેરલ પ્રદેશ કોંગ્રેસ કમિટી સાત સપ્ટેમ્બરે તમિલનાડૂથી કન્યાકુમારી યાત્રા રવિવાર સવારે કેરલની બોર્ડર પર પહોંચી ગઈ હતી. રાહુલ ગાંધી સાથે દરેક જગ્યાએ લોકો જોડાઈ રહ્યા છે અને તેમની સાથે સંપર્ક બનાવી રહ્યા છે. યાત્રાના ત્રીજા દિવસે રાહુલ ગાંધી માર્થન્ડમાં મનરેગા કાર્યકર્તા સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીને એક મહિલાએ સવાલ કર્યો હતો, જેને લઈને રાહુલ ગાંધીએ હળવું સ્મિત આપ્યું હતું.
ADVERTISEMENT
રાહુલ ગાંધી સાથે યાત્રામાં સાથે સાથે ચાલી રહેલા વરિષ્ઠ નેતા જયરામ રમેશે રાહુલ ગાંધીની બે તસ્વીરો પોસ્ટ કરી છે. એક તસ્વીરમાં રાહુલ ગાંધી અમુક મહિલાઓ સાથે વાતચીક કરી રહ્યા છે. જયરામ રમેશે કેપ્શનમાં લખ્યું છે કે, આજે બપોરે માર્થડમમાં મહિલા મનરેગા કાર્યકર્તાઓ સાથે વાતચીત દરમિયાન એક મહિલાએ કહ્યું કે, તે જાણે છે કે, રાહુલ ગાંધી તમિલનાડૂને પ્રેમ કરે છે અને તમિલનાડૂના લોકો તેમના લગ્ન તમિલ છોકરી સાથે કરાવવા માટે તૈયાર છે. ત્યાર બાદ તેમણે લખ્યું કે, રાહુલ ગાંધી બહું ખુશ દેખાઈ રહ્યા છે, ફોટો તો એજ બતાવે છે.
A hilarious moment from day 3 of #BharatJodoYatra
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 10, 2022
During @RahulGandhi’s interaction with women MGNREGA workers in Marthandam this afternoon, one lady said they know RG loved Tamil Nadu & they’re ready to get him married to a Tamil girl! RG looks most amused & the photo shows it! pic.twitter.com/0buo0gv7KH
ADVERTISEMENT
જયરામ રમેશે ટ્વિટ કર્યું
ADVERTISEMENT
ગાંધીની કેરલમાં યાત્રા પ્રવેશ કરવા પર ટ્વિટ કર્યું, શિક્ષણના માધ્યમથી સ્વતંત્રતા પ્રાપ્ત કરો, સંગઠનના માધ્યમથી શક્તિ પ્રાપ્ત કરો, ઉદ્યોગના માધ્યમથી સમૃદ્ધિ પ્રાપ્ત કરો. તેમણે લખ્યું કે, આજે જ્યારે અમે શ્રી નારાયણ ગુરુ જયંતિના શુભ અવસર પર શાનદાર રાજ્ય કેરલમાં પ્રવેશ કરી રહ્યા છીએ, તેમના શબ્દ ભારત જોડો યાત્રામાં આપણા દ્વારા ઉઠાવવામાં આવેલા દરેક કદમને પ્રેરિત કરેછે. આ તમામની વચ્ચે વિપક્ષી નેતા વીડી સતીસને કહ્યું કે, યાત્રા માટે તમામ તૈયારીઓે કરી લીધી છે.
કેરલ પહોંચી ચુકી છે યાત્રા
ADVERTISEMENT
આજે સવારે આ યાત્રા કેરલના પરાસલા પહોંચી ચુકી છે. કેપીસીસી અધ્યક્ષ સુધાકરને જણાવ્યું છે કે, યાત્રાના સ્વાગત માટે પાર્ટીના વરિષ્ઠ તમામ નેતાઓ હાજર છે. અહીં રાજ્યમાં સાત જિલ્લામાંથી યાત્રા પસાર થશે જેમા અન્ય જિલ્લાના લોકો પણ જોડાશે.
સંકળાયેલા મુદ્દાઓ