બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / પ્રવાસ / best tourists places in india for paragliding adventure

ટ્રાવેલ / ભારતમાં પેરાગ્લાઈડિંગ માટે આ 7 જગ્યાઓ છે બેસ્ટ, નહીં ખર્ચ કરવા પડે વધારે રૂપિયા, જુઓ લિસ્ટ

Arohi

Last Updated: 03:31 PM, 27 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં પેરાગ્લાઈડિંગ માટે ઘણી શ્રેષ્ઠ જગ્યાઓ છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જો તમે પણ પેરાગ્લાઈડિંગના શોખીન છો તો તમારે ભારતમાં પેરાગ્લાઈડિંગ માટે શ્રેષ્ઠ સ્થાનો વિશે જાણવું જોઈએ.

  • પેરાગ્લાઈડિંગ માટે આ જગ્યાઓ છે બેસ્ટ 
  • નહીં ખર્ચ કરવા પડે વધારે રૂપિયા
  • જાણો ભારતમાં ક્યાં ક્યાં થાય છે પેરાગ્લાઈડિંગ 

હવામાં ઉડવાનો શોખ કોને ન હોય પણ પાંખો વિના એ શક્ય નથી. તેમ છતાં તમે પેરાગ્લાઈડિંગ દ્વારા તમે ઉડી શકો છો અને હવામાં તરતા રહેવાનો શોખ પૂરો કરી શકો છો. આજકાલ પ્રયટક સ્થળો પર પેરાગ્લાઈડિંગનો ટ્રેન્ડ પૂરજોશમાં છે. જો તમે ફરવા જાવ અને પેરાગ્લાઈડિંગ ન કરો તો તમારું ફરવા જવાનું નકામું છે. 

આ ખુલ્લા આકાશમાં ઉડવાની મજા તમને બીજા કોઈ એડવેન્ચરમાં નહીં મળે. એડવેન્ચર પ્રેમીઓએ પેરાગ્લાઈડિંગનો આનંદ લેવો જ જોઈએ. જો તમે પેરાગ્લાઈડિંગ કરવા જઈ રહ્યા છો તો જાણો કઈ જગ્યાએ તમારે પેરાગ્લાઈડિંગ કરવું જોઈએ, જેથી તમારી મજા બમણી થઈ જાય.

પેરાગ્લાઈડિંગની કેટલી હોય છે ટિકિટ?
ભારતમાં દરેક સ્થળે પેરાગ્લાઈડિંગના ભાવ અલગ અલગ છે. તમારી રાઈડના સમય અને સ્થળના આધારે પેરાગ્લાઈડિંગનું ભાડું વસૂલવામાં આવે છે. પેરાગ્લાઈડિંગ ટિકિટની રેન્જ 1000 થી 5000 વચ્ચે છે.

વાગામોન, કેરેલા 
વાગામોન પેરાગ્લાઈડિંગ માટે પ્રવાસીઓના પ્રિય સ્થળોમાંનું એક છે. વાગામોન કેરળનું એક સુંદર હિલ સ્ટેશન છે જે જમીનથી 3000 મીટર ઉપર છે. સુંદર પ્રાકૃતિક દ્રશ્યો વચ્ચે અહીં પેરાગ્લાઈડિંગ કરવાની મજા જ અલગ છે. વાગામોનમાં તમે 15-20 દિવસ સુધી આકાશમાં ઉડવાની મજા માણી શકો છો.

જોધપુર, રાજસ્થાન
જોધપુર તેના શાહી મહેલની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જોધપુરમાં 1500 ફૂટની ઊંચાઈએ પેરાગ્લાઈડિંગનો આનંદ લઈ શકાય છે. રાજસ્થાનની ગરમી બાદ આકાશની ઉંચી હવામાં ઉડવાની મજા જ અલગ છે.

પંચગની, મહારાષ્ટ્ર
પંચગની મહારાષ્ટ્રનું એક સુંદર હિલ સ્ટેશન છે. તે જમીનથી 1200 મીટરની ઉંચાઈ પર છે. પંચગનીનું વાતાવરણ ખૂબ જ સુંદર છે. જો તમે પેરાગ્લાઈડિંગના શોખીન હોવ તો પંચગની મુલાકાત જરૂર લો.

બીર બિલિંગ, હિમાચલ પ્રદેશ
બીર બિલિંગ હિમાચલ પ્રદેશનો એક પહાડી વિસ્તાર છે. જ્યાં પેરાગ્લાઈડિંગ કરવામાં આવે છે. અહીં પેરાગ્લાઈડિંગ માટે સારા ટ્રેનર્સ અને સુરક્ષા વ્યવસ્થા છે.

નૈનીતાલ, ઉત્તરાખંડ 
ઉત્તરાખંડનું નૈનીતાલ ફરવા માટે પ્રખ્યાત છે. અહીંના સુંદર મેદાનોમાં દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. નૈનીતાલ 2000 મીટરની ઉંચાઈ પર છે, અહીં પેરાગ્લાઈડિંગ કરવાની એક અલગ જ મજા છે. નૈનીતાલમાં પેરાગ્લાઈડિંગની સારી સુવિધા છે.

શિલોંગ, મેઘાલય
મેઘાલયનું શિલોંગ ખૂબ જ સુંદર સ્થળ છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેવા માટે જાય છે. શિલોંગમાં 700 મીટર સુધીની ઊંચાઈએ પેરાગ્લાઈડિંગનો આનંદ લઈ શકાય છે.

ગંગટોક, સિક્કિમ 
ગંગટોક ભારતમાં ખૂબ જ લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. પેરાગ્લાઈડિંગ સિવાય તમે અહીં બીજી ઘણી વસ્તુઓ જોઈ શકો છો. ગંગટોક જવાનો શ્રેષ્ઠ સમય ઉનાળાની ઋતુ માનવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ