જીત / બેન સ્ટોક્સે વિન્ડીઝ સામે કર્યુ શાનદાર પ્રદર્શન, 113 રને  જીત્યું ઈંગ્લેન્ડ

Ben Stokes performed brilliantly against the West Indies, England won by 113 runs

યજમાન ઈંગ્લેન્ડે વિન્ડીઝ સામે સાઉથમ્પ્ટન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચની હારનો બદલો લઈ લીધો છે. ઈંગ્લેન્ડે બીજી ટેસ્ટ 113 રનથી જીતી લીધી છે. માન્ચેસ્ટરના ઓલ્ડટ્રેફોર્ડમાં ગઈ કાલે મેચના અંતિમ દિવસે 312 રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી વિન્ડીઝની ટીમ 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ઈંગ્લેન્ડે શ્રેણી 1-1થી સરભર કરી દીધી છે. શ્રેણીની અંતિમ અને ત્રીજી ટેસ્ટ મેચ માન્ચેસ્ટરમાં જ ૨૪ જુલાઈથી રમાશે. વિન્ડીઝ જો આ શ્રેણી ડ્રો કરી લે તો વિઝડન ટ્રોફી તેની પાસે રહેશે, કારણ કે ગત વર્ષે તેણે ઘરેલુ શ્રેણીમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ