ben stokes hare a romantic kissing picture on instagram with wife clare ratcliffe on 2nd wedding anniversary
VIRAL /
બેન સ્ટોક્સે મેરેજ એનિવર્સરી પર રોમેન્ટિક ફોટો શેર કરીને પત્નીને આવી રીતે પાઠવી શુભેચ્છા
Team VTV11:08 AM, 15 Oct 19
| Updated: 11:11 AM, 15 Oct 19
બેન સ્ટોક્સે પોતાની પત્ની સાથે બીજી એનિવર્સરી પર એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં કપલ કિસ કરી રહ્યું છે. આ ફોટાની સાથે સ્ટોક્સે એક પ્રેમ ભર્યો મેસેજ પણ શેર કર્યો છે. જો કે થોડાક દિવસો અગાઉ એની પર પત્નીની સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો.
લગ્નની એનિવર્સરી પર બેન સ્ટોક્સે પોસ્ટ કર્યો રોમેન્ટિક ફોટો
થોડાક દિવસ પહેલા પત્નીનું ગળું દબાવવા પર વિવાદમાં આવ્યો હતો બેન
ઇંગ્લેન્ડને સાડા 3 મહિના પહેલા વનડે ક્રિકેટા વર્લ્ડ ચેમ્પિયન બનાવવાની મહત્વની ભૂમિકા નિભાવનાર અને વિવાદોમાં રહેનાર ક્રિકેટર બેન સ્ટોક્સે પત્નીની સાથે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં એક ફોટો શેર કર્યો છે. જ્યારે થોડાક દિવસો પહેલા એમની પર પત્ની સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો.
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે ઇન્સ્ટાગ્રામ પર પોતાની પત્ની ક્લેયર રેટક્લિફની સાથે એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં એ પત્ની રેટક્લિફને પોતાના લગ્નની બીજી એનિવર્સરી પર શુભેચ્છા પાઠવી છે. બેન સ્ટોક્સે ઇન્સ્ટાગ્રામ પર ક્લેયરની સાથે એક ફોટો શેર કર્યો છે જેમાં બંને એક બીજાને હગ કર્યું છે અને કિસ કરી રહ્યા છે.
સ્ટોક્સે અને ક્લેરે 14 ઑક્ટોબર, 2017ના રોજ લગ્ન કર્યા હતા. તેણે આ ફોટાની સાથે એક પ્રેમભર્યો મેસેજ પણ લખ્યો છે. તેણે લખ્યું છે કે, 'લગ્નની બીજી એનિવર્સરી મુબારક હો, જ્યારે તમે ખુશમાં હોવ ત્યારે પાંખો લગાવીને સમય ઊડી જાય છે. હવે લગ્નની એનિવર્સરી પર આ રોમેન્ટિક પોસ્ટ લખી છે.'
તાજેતરમાં જ સ્ટોક્સ પર પત્ની સાથે ઝઘડો કરવાનો આરોપ લગાવ્યો હતો, ફોટાને ધ્યાનમાં રાખીને એવું પણ કહેવાતું હતું કે આ ઝઘડા દરમિયાન બેને પોતાની પત્ની ક્લેયરનું ગળું દબાવ્યું હતું. જો કે, ક્લેયરે આ દરેક વાતોને બકવાસ ગણાવી હતી.
ફોટો વાયરલ થયો હતો
વાસ્તવમાં સોશ્યલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો. જેમા સ્ટોક્સનો હાથ પોતાની પત્નીના ગળા પર છે અને એવું લાગી રહ્યું છે કે તે ગુસ્સામાં છે. જો કે આ ફોટો પાછળથી લેવામાં આવ્યો હતો. જેમાં ક્લેયરનો ચહેરો સ્પષ્ટ જોવા મળે છે.
ટ્વિટર પર ક્લેયરે સ્પષ્ટતા આપી, 'મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે આ લોકો આટલું બધું કેવી રીતે બનાવી શકે છે. હું અને બેન મજાક મસ્તીમાં એક બીજાનું મોઢું દબાવી રહ્યા હતા. આવું કરીને અમે અમારો પ્રેમ વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ લોકોએ સ્ટોરી બનાવી દીધી, ત્યારબાદ અમે મેક્ડોનાલ્ડ્સ પણ ગયા.'