બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Before going to attend the Divine Durbar of Baba Bageshwar in Ahmedabad read this,

એક્શન પ્લાન / અમદાવાદમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં હાજરી આપવા જતાં પહેલા આ વાંચી લેજો, ટ્રાફિકને લઈ આ રુટ કરાયા બંધ

Malay

Last Updated: 05:23 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhirendra Shastri News: અમદાવાદમાં બાબા બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર યોજાશે, જેને લઈને ટ્રાફિક પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે.

 

  • અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર
  • અમદાવાદનું તંત્ર એલર્ટ થઈ ગયું 
  • ટ્રાફિક વિભાગે તૈયાર કર્યો એક્શન પ્લાન 

બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ગુજરાતની મુલાકાતે છે. બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને ગુજરાતમાં જોરદાર આવકાર મળી રહ્યો છે. ત્યારે આગામી 29 અને 30 મેના રોજ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેને લઈને અમદાવાદનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. બાબાના દર્શન માટે અને બાબાના દિવ્ય દરબારનો લાભ લેવા માટે ઊમટતી ભીડને ધ્યાને રાખીને ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જ્યાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર છે તે વિસ્તારના કેટલાક રસ્તાઓ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવશે. તેમજ વાહનચાલકોને અવરજવર માટે વૈકલ્પિક માર્ગ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે..

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં લોકોની તબિયત બગડતા અફરાતફરી,  પટનામાં નહિ યોજાઈ દિવ્ય દરબાર, કારણ ચોંકાવનારૂ | Dhirendra Shastri of  Bageshwar ...
File Photo


 
બાબાના દિવ્ય દરબારને લઈને ટ્રાફિક વિભાગ એલર્ટ
ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી બાબા બાગેશ્વર ચર્ચાનો વિષય બન્યા છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સોશિયલ મીડિયા તેમજ મીડિયામાં ખૂબ છવાયેલા છે. ગઈ કાલે સુરત ખાતે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાયો હતો. જેમાં અનુમાન કરતાં વધુ લોકોની ભીડ એકઠી થઈ હતી. હવે બાબા બાગેશ્વરનો અમદાવાદમાં પણ દિવ્ય દરબાર યોજાવાનો છે. તેને લઈને ટ્રાફિક વિભાગની કસરત વધી ગઈ છે. જોકે, પ્રસાશન દ્વારા આ આયોજનને લઈ વિગતવાર જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે.

29મી અને 30મી મેના રોજ અમદાવાદમાં દિવ્ય દરબાર
શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં આગામી 29મી અને 30મી મેના રોજ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર માટે તૈયારી પૂર્ણ થઇ ચુકી છે. બીજી તરફ આ વિસ્તારમાં પહેલેથી જ ટ્રાફિક રહે છે. જેથી કરીને ટ્રાફિક વિભાગના અધિકારીઓએ દિવ્ય દરબારના આયોજકો સાથે બેઠક કરી છે અને આ વિસ્તારનો કયો રોડ બંધ કરી શકાય અને કયા વિસ્તારમાં વાહનો અવરજવર કરી શકે તેની ચર્ચા કરી હતી. વૈકલ્પિક રસ્તો વાહનચાલકો માટે ખુલ્લો રાખવાના રૂટ પર પણ ટ્રાફિક વિભાગના અધિકારીઓ દ્વારા નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.   

સુરત પોલીસ દ્વારા ટ્રાફિક દંડ વસૂલાત મામલે લેવાયો મોટો નિર્ણય, તમારે જાણવું  જરૂરી | Big decision taken by Surat police in collection of traffic fines
File Photo

જાણો કયા રસ્તા કરી દેવાશે બંધ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર સાંજે પાંચ વાગ્યાથી શરૂ થશે તે પહેલાં 3.00-4.00 વાગ્યાથી લોકો આવવાની શરૂઆત થઈ જશે. જેથી 2.00 વાગ્યાથી જ ડમરુ સર્કલથી કારગિલ સુધીનો રોડ બંધ કરી દેવાશે. તેમજ તે વિસ્તારમાં બેરિકેડિંગ લગાવી દેવાશે જેથી કરીને વાહનચાલકોની અવરજવર એ રોડ પર થઈ શકે નહિ. ચાણક્યપુરીબ્રિજના છેડે ડમરુ સર્કલથી કારગિલ પેટ્રોલ પંપ તરફ જવાનો આખો રોડ બંધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

બ્રિજ બંધ નહીં કરાય
જ્યારે ડમરુ સર્કલથી સોલા ભાગવત તરફ જતો માર્ગ ખુલ્લો રહેશે, જ્યાંથી વાહનચાલકો અવરજવર કરી શકશે. પહેલા આયોજકો દ્વારા ચાણક્યપુરીબ્રિજ બંધ કરવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ એ   બ્રિજ બંધ કરવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બને તેવી શક્યતાના પગલે બ્રિજ બંધ ન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ