બ્રેકિંગ ન્યુઝ
VTV / barricading removed delhi tikri border farmer protest
Last Updated: 11:13 PM, 28 October 2021
ADVERTISEMENT
ટિકરી બોર્ડર પર જલ્દીથી ટ્રાફિક માટે પણ રસ્તો ખોલી દેવામાં આવી શકે છે. રસ્તો ખુલ્યા બાદ લોકોને રાહત મળશે. ગુરૂવારે દિલ્હી પોલીસ અને હરિયાણા તંત્ર વચ્ચે થયેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. જોકે હજુ ખેડૂતોના મંચ પાસેથી બેરીકેડિંગ નથી હટાવાયા.
પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓના આદેશ પર આ દિશામાં કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે બોર્ડર પર ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરતા રોકવા માટે આ માર્ગે જે અસ્થાઈ બેરિકે્ટસ બનાવ્યા હતા, તેને હટાવવાનું કામ પણ શરૂ કરી દીધું છે. શુક્રવાર સુધી આ રોડની એક લાઇનને સમગ્ર રીતે વાહનો માટે ખોલી દેવામાં આવશે.
ADVERTISEMENT
There are plans to open emergency routes at Tikri border (Delhi-Haryana) & Ghazipur border (Delhi-UP) that are blocked due to ongoing farmers' protest. The barricades placed at the borders will be removed after getting farmers' consensus: Delhi Police
— ANI (@ANI) October 28, 2021
(Visuals from Tikri border) pic.twitter.com/Fzv76lSPy2
પશ્ચિમી રેન્જના સંયુક્ત પોલીસ અધિકારી અતુલ કટિયારે જણાવ્યું કે લોકોની સુવિધા જોતા ટિકરી બોર્ડરથી દિલ્હી આવનારા રોડ પર એક લેનને ખોલવા પર વિચાર ચાલી રહ્યો છે. આ દિશામાં કામ પણ કરવામાં આવી રહ્યું છે. ખુબ જ જલ્દી ટિકરી બોર્ડરથી બહાદુરગઢ દિલ્હી આવનારા માર્ગને ટ્રાફિક માટે ખોલી દેવામાં આવશે. નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત દિલ્હીના અલગ અલગ બોર્ડર પર ગત નવેમ્બર મહિનાથી બેઠા છે. ખેડૂત આંદોલનની આડમાં અસામાજિક તત્વ દિલ્હીમાં ઘુસીને માહોલ ખરાબ કરી શકે છે. આ પ્રકારના ઇનપુટ મળ્યા બાદ પોલીસે બોર્ડરોની સુરક્ષા વધારી દીધી હતી.
તેના માટે પોલીસે ટિકરી બોર્ડર પર કેટલીક પ્રકારના અસ્થાઈ અડચણો જેવી કે ખીલા પાથરવા, સિમેન્ડના મોટા સ્લેપ ઉભા કરી દેવા અને પોલીસ બેરિકેટ્સ સહિતની વસ્તુઓ લગાવી હતી. પરંતુ સામાન્ય નાગરિકોને પણ આના કારણે તકલીફો થઇ રહી હતી. આસપાસના લોકો સતત પ્રયાસમાં હતા કે ટિકરી બોર્ડર પર બંધ ટ્રાફિકને કોઇપણ રીતે ખોલવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT