બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 04:58 PM, 18 March 2020
ADVERTISEMENT
જ્યારે ગુડી પાડવા, તેલૂગુ ન્યૂયરને કારણે ઘણાં શહેરોમાં 25 માર્ચે પણ બેંકો બંધ રહેશે. 26 માર્ચે બેંકો ચાલુ રહેશે. એવામાં ગ્રાહકોને જો કોઈ જરૂરી કામ છે તો પહેલાં જ પતાવી લેવું.
ADVERTISEMENT
જો તમને કેશની જરૂર છે તો પહેલાં જ તેની વ્યવસ્થા કરી લો કારણ કે ત્રણ દિવસ બેંક બંધ રહેવાથી એટીએમ પર પણ કેશની કમી આવી શકે છે. દેશની 10 સરકારી બેંકોના મર્જર પછી 1 એપ્રિલથી 4 બેંકોમાં પરિવર્તિત થઈ જશે. બેંકોના આ વિલિનીકરણથી બેંક કર્ચચારીઓ નાખુશ છે. બેંક કર્મચારીઓનું માનવું છે કે, આ વિલિનીકરણ ન થવું જોઈએ.
10 બેંકોના વિલિનીકરણ બાદ 4 બેંકો એપ્રિલ સુધી અસ્તિત્વમાં આવી જશે. આ બધી જ બેંકોના નવા નામ અને લોકોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પીએનબીમાં ઓબીસી અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાના મર્જર પછી કર્મચારીઓની કુલ સંખ્યા 1 લાખને પાર થઈ જશે. સરકારે એપ્રિલ સુધી પંજાબ નેશનલ બેંક, યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ ઈન્ડિયા સહિતની 10 બેંકો એપ્રિલ સુધી મર્જ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.