પ્રશંસનીય /
લગ્ન પહેલા મહિલા PSIએ પોતાના જ ફિયાન્સની કરી ધરપકડ, કારણ જાણીને તમે પણ કરશો સલામ
Team VTV11:34 AM, 06 May 22
| Updated: 11:38 AM, 06 May 22
આસામમાં મહિલા પોલીસે નિભાવી પોતાની ફરજ, નકલી ઓળખ આપીને લગ્ન કરવાનો હતો મંગેતર, મહિલા પોલીસે કર્યો જેલભેગો
આસામમાં મંગતરને યુવતીએ કર્યો એરેસ્ટ
નકલી ઓળખ આપીને લગ્નનો કર્યો પ્રયાસ
મંગેતરના અન્ય સાથે છેતરપિંડીના કિસ્સા આવ્યા સામે
જ્યારે તમારા ટૂંક સમયમાં લગ્ન થવાના હોય. તમારા પસંદગીના પાત્ર સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા હોવ ત્યારે તમને ખબર પડે કે તમારો જીવનસાથી તમને દગો આપી રહ્યો છે તો પગ તળેથી જમીન ખસી જાય. કારણ કે જે વ્યક્તિ સાથે જીવન મરણના સ્વપ્ન જોયા હોય તે વ્યક્તિ દગાખોર નીકળે ત્યારે ખરેખર અસહ્યનીય થઇ પડે. ત્યારે અસમમાં પણ આવુ જ થયુ. જો કે આ કેસમાં યુવતી હિંમતવાન નીકળી અને તેણે પોતાના જીવનસાથીને જેલભેગો કરી લીધો.
આસામમાં યુવતીને મંગેતરને કર્યો જેલભેગો
ઘટનાની વિગતે વાત કરીએ તો, આસામની મહિલા સબ ઈન્સ્પેક્ટરે લગ્ન પહેલા જ તેના જ મંગેતરની ધરપકડ કરી લીધી. કારણ કે તેના મંગેતરે નકલી ઓળખ સાથે લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી હતી. આરોપીને બુધવારે સાંજે નાગાંવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી કોર્ટે તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો.
નકલી ઓળખ આપીને લગ્ન કરવાનો પ્રયાસ
મામલો આસામના નાગાંવ જિલ્લાનો છે. નાગાંવ પોલીસ સ્ટેશનના મહિલા સેલના ઇન્ચાર્જ સબ-ઇન્સ્પેક્ટર જોનમણી રાભાએ તેના મંગેતર રાણા પગગને નકલી ઓળખ સાથે લગ્ન કરવાનો પ્રયાસ કરવા બદલ અને લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં ધરપકડ કરી લીધી. ઉપરાંત કથિત રીતે છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરી છે.
નેની મુલાકાત જાન્યુઆરી 2021માં થઈ હતી
જોનમણી રાભાએ કહ્યું કે તે જાન્યુઆરી 2021માં માજુલીમાં પોસ્ટિંગ દરમિયાન પગગને મળી હતી. આ દરમિયાન પગગએ કથિત રીતે પોતાની ઓળખ ONGCના જનસંપર્ક અધિકારી તરીકે આપી હતી. મીટિંગના થોડા દિવસો પછી પગગે જોનમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જે તેણે સ્વીકારી લીધો. આ પછી, જોનમની અને પગગનાં પરિવારો મળ્યા અને ઓક્ટોબર 2021માં બંનેની સગાઈ થઈ અને નવેમ્બર 2022માં તેમના લગ્ન નક્કી કર્યા હતા.
હાઇપ્રોફાઇલ ઑફિસર હોવાનો કર્યો દેખાડો
જ્યારે ત્રણ લોકોએ જોનમનીને જણાવ્યું કે પગગએ કોન્ટ્રાક્ટ આપવાના નામ પર 25 લાખ રુપિયાની છેતરપિંડી કરી છે આ મામલાની તપાસ બાદ જોનમનીને ખબર પડી કે પગગ ONGCમાં કામ કરતો નથી. આ અંગે તેણે વઘુ તપાસ કરતા જણાવ્યું કે પગગે એક એસયુવીનો ઉપયોગ કર્યો હતો જે તેણે ભાડે લીધી હતી. તેણે પોતાની સાથે એક પર્સનલ સિક્યોરિટી ગાર્ડ અને ડ્રાઈવર પણ રાખ્યો હતો, જેથી લોકો વિચારે કે તે હાઈ પ્રોફાઈલ ઓફિસર છે.
મંગેતર વિરુદ્ધ કરી કાર્યવાહી
જોનમની રાભાએ કહ્યું કે તેના મંગેતરની વાસ્તવિકતા જાણ્યા બાદ મેં તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. નકલી આઈડી પ્રૂફ, ગુનાહિત દસ્તાવેજો, એક લેપટોપ, ઘણા મોબાઈલ ફોન અને ચેકબુક રિકવર કર્યા છે. હું ભગવાનનો આભાર માનું છું અને મને કોઈ અફસોસ નથી. હું આસામના લોકોને કડક સંદેશ આપવા માંગુ છું કે જો તેઓ કંઈ ખોટું કરશે તો હું કોઈને પણ નહીં છોડું એટલે સુધી કે મારા પરિવારના સભ્યોને પણ નહીં.