બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / Assaduddin Owaisi Said He Was Not Threaten Hindu In Up Chunav After Politics On His Viral Video

Video / યોગી મઠમાં અને મોદી પહાડોમાં જતાં રહેશે પછી કોણ બચાવશે?: ઓવૈસીનો ધમકીભર્યો વીડિયો વાયરલ

Parth

Last Updated: 06:05 PM, 24 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AIMIMના વિવાદિત નેતા ઓવૈસીએ દેશના રાજકારણમાં નવો વિવાદ ઊભો કર્યો છે અને યુપીમાં તેમનો એક ભાષણનો ભડકાઉ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • અસદુદ્દીન ઓવૈસીનો ભડકાઉ વીડિયો થયો વાયરલ 
  • મોદી યોગી નહીં રહે તો ક્યાં જશો? કોણ બચાવવા આવશે: ઓવૈસી 
  • વિવાદ બાદ સફાઇ આપતા કહ્યું કે આમાં ખોટું શું છે? 

ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમિન એટલે કે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ફરીથી પોતાના ભડકાઉ નિવેદનનાં કારણે વિવાદમાં આવી ગયા છે. સોશ્યલ મીડિયામાં ઓવૈસીનો ભડકાઉ વીડિયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે જેમા આરોપ લાગી રહ્યા છે કે ઓવૈસી ચૂંટણી પહેલા શાંતિ ડહોળવા પ્રયાસ કરી રહ્યા છે. 

શું છે આખો મામલો
નોંધનીય છે કે યુપીની એક રેલીનો ઓવૈસીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા ઓવૈસી તોછડી ભડકાઉ ભાષામાં કહી રહ્યા છે કે મુસલમાન બધુ યાદ રાખે છે અને એક દિવસ આવશે જ્યારે યોગી મઠમાં જતો રહેશે, મોદી પહાડોમાં જતો રહેશે ત્યારે તમને કોણ બચાવશે? ત્યારે બદલો લેવામાં આવશે. અમે બધુ યાદ રાખીશું, તમને કોણ બચાવવા આવશે. યાદ રાખો, યોગી હંમેશા CM નહીં રહે, મોદી હંમેશા PM નહીં રહે.

ભાજપ નેતાઓએ કર્યા પ્રહાર, જુઓ કોણે શું કહીને ટ્વિટ કર્યો વીડિયો 

હવે આપી સફાઇ 
ઓવૈસીએ વિવાદ વધતાં સમગ્ર મામલે સફાઇ આપતા નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે કાનપુરમાં મારી 45 મિનિટની સ્પીચમાંથી ખાલી એક મિનિટ વાયરલ કરવામાં આવી રહી છે, આ જુઓ આખો વીડિયો. મેં તો પોલીસવાળાઓને કહ્યું છે જે લોકોને હેરાન પરેશાન કરે છે અને કોઈ અવાજ પણ નથી ઉઠાવતું. મેં પોલીસનાં અત્યાચારને યાદ કરીને આ વાત કરી છે, આમાં ખોટું શું છે? યુપીમાં પોલીસે મુસ્લિમો સાથે કેવો વ્યવહાર કર્યો છે તે યાદ રાખીશું, અમે કોઈ ભૂલી ન શકીએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ