Ashok Gehlot praises BJP Union Minister, says you do what you say
પ્રશંસા /
અશોક ગેહલોતે ભાજપના કેન્દ્રીય મંત્રીના કર્યા ભારોભાર વખાણ, કહ્યું તમે જ કહો છો તે કરી બતાવો છો
Team VTV08:20 PM, 24 Dec 20
| Updated: 01:31 AM, 25 Dec 20
સીએમ અશોક ગેહલોતે ગુરુવારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આપ જે પણ કામ કરી રહ્યા છો, તે કમિટમેન્ટની સાથે કરી રહ્યા છો, તમે કોઈ ભેદભાવ નથી કરતાં અને તેવુ રાખવું પણ ન જોઈએ.
રાજસ્થાનના સીએમ ગેહલોતે કેન્દ્રીય મંત્રી ગડકારીના વખાણ કર્યા
રાજસ્થાનમાં 18 હાઇ વે પ્રોજેક્ટસના સમારોહમાં કરી પ્રશંસા
રાજસ્થાન હવે પહેલા જેવુ નથી : સીએમ અશોક ગેહલોત
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે મોદી સરકારના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીની પ્રશંસા કરી છે. સીએમ ગેહલોતે ગડકરીને ઉલ્લેખીને કહ્યું છે કે તમે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય સંભાળ્યો ત્યારથી તમે પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યા છો. સી.પી.જોશી અને ગજેન્દ્રસિંહ શેખાવત જે સમસ્યાઓ અને માંગણી કરી તે જ જોધપુર વિભાગની માંગણી છે. તમે જોધપુરમાં એલિવેટેડ રોડને લઈને જેટલા વિસ્તારમાં ગયા તેનાથી હું ખૂબ જ પ્રભાવિત છું.
ગેહલોતે કહ્યું કે તમે અમારા 25 સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીની વિગતોને ધ્યાને લીધી, તમે ભેદભાવ રાખ્યો નથી અને કોઈ ભેદભાવ હોવો પણ ન જોઈએ. કારણ કે સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી. સરકારો આવતી જતી રહે છે પરંતુ કલમ વિકાસ માટે વાપરવી જોઈએ, અને તમે જે કહી રહ્યા છો એવું જ તમે કામ પણ કરી રહ્યા છો.
સીએમ ગેહલોતે ગુરુવારે 18 હાઈ-વે પ્રોજેક્ટ્સના વર્ચુઅલ ઉદ્ઘાટન સમારોહમાં ગડકરીની પ્રશંસા કરી હતી. આ દરમિયાન સીએમ ગેહલોતે કહ્યું કે રાજસ્થાન હવે પહેલા જેવુ નથી રહ્યું. અમે પહેલાં ખરાબ રસ્તાઓ માટે કુખ્યાત હતા. ત્યાં રેતીથી લથબથ રફ રસ્તાઓ હતા. ગુજરાતથી આવ્યા પછી જ્યારે ખાડાવાળા રસ્તા આવતા, ત્યારે રાજસ્થાનનો વિચાર થતો, પરંતુ હવે રસ્તાઓ સારા થઈ ગયા છે.
જોધપુરથી પચપદરા સુધી સિક્સ લેન હાઇ-વે બનાવો
આ પ્રસંગે સીએમ અશોક ગેહલોતે નીતિન ગડકરી પાસે માંગણી કરી હતી કે, જયપુર-દૌસા કડી દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે સાથે જોડાય. જોધપુરથી પચપદ્રા સિક્સ લેન હાઇ-વે બનાવો જેથી રિફાઇનરી પ્રોજેક્ટ્સ તેની સાથે જોડાઈ શકે. સીએમએ કહ્યું હતું કે, જયપુર-દિલ્હી રોડ માટેનો શિલાન્યાસ કયા મુહૂર્તમાં થયો તે ખબર નથી. આ હાઇવેનું કામ હજી અટવાયું છે. જયપુર-દિલ્હી હાઇવે પરનું કામ જલ્દીથી પૂર્ણ કરાવો. ગેહલોતે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેની સમાંતર લોજિસ્ટિક પાર્ક વિકસાવવાના વિચારને પણ આવકાર્યો હતો.