ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / ashok gehlot apologized to mallikarjun khadge

રાજકારણ / પોતાની ગેમમાં જ ફસાયા ગેહલોત: માફી બાદ પણ હાઈકમાન્ડ નારાજ, અધ્યક્ષ બનવાની રેસમાં હવે આ નામ

Published By: Jaydeep Shah

Last Updated: 10:43 AM, 27 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અશોક ગેહલોતનાં સમર્થક ધારાસભ્યોએ સચિન પાયલટનાં વિરોધમાં બળવો કર્યો હતો, જેની ગેહલોતે માફી માંગી છે.

ADVERTISEMENT

  • અશોક ગેહલોતના સમર્થક ધારાસભ્યોએ સચિન પાયલટનો કર્યો હતો વિરોધ 
  • ગેહલોતે મલ્લિકાર્જુન ખડગેની માફી માંગી છે
  • રાજસ્થાનમાં સીએમની ખુરશીને લઈને તણાવ 

અશોક ગેહલોતના સમર્થક ધારાસભ્યોએ સચિન પાયલટનો કર્યો હતો વિરોધ 

રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતનાં સમર્થક ધારાસભ્યો અને કોંગ્રેસ અલકામન વચ્ચે સંઘર્ષ ચાલુ છે. સમાચાર છે કે ગેહલોતે આ મામલાને લઈને પાર્ટી નેતૃત્વની માફી માંગી છે, પરંતુ કથિત રીતે ગાંધી પરિવાર રાજસ્થાનમાં ચાલી રહેલા આ રાજકીય તણાવથી નારાજ છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં તણાવ મુખ્યમંત્રીની ખુરશીને લઈને ચાલી રહ્યો છે. રવીવારે રાત્રે  લગભગ ૮૦ ધારાસભ્યોએ પાયલટનાં સીએમ બનવા વિરુદ્ધ એક સુર મેળવ્યા હતા. 

ગેહલોતે મલ્લિકાર્જુન ખડગેની માફી માંગી

કોંગ્રેસને 'અપમાનિત' કરવાને લઈને ગાંધી પરિવાર ગેહલોતથી કથિત રીતે નારાજ છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનના સીએમએ સેન્ટ્રલ સુપરવાઈઝર મલ્લિકાર્જુન ખડગેની માફી માંગી છે. સાથે જ તેમણે ધારાસભ્યોનાં દળની બેઠકની સાથે જ અલગ મીટીંગ બોલાવવા અને પછી થયેલા બળવાને પણ 'ભૂલ' જણાવી છે. 

સમાચાર છે કે ગેહલોત કહે છે કે આવું નહોતું થવું જોઈતું. તે જ સમયે, તેણે સમગ્ર રાજકીય ઘટનાક્રમથી ખુદને દૂર કરી દીધા છે. તેમણે જાણકારી આપી છે કે ખડગેનું માનવું છે કે ગેહલોતનાં મામલામાં સામેલ ન હોવાના દાવા છતાં તેમની મંજૂરી વગર આવો બળવો સંભવ ન હતો. 

રાજસ્થાનમાં રાજકીય બળવો 
રવિવારે ગેહલોતનાં સમર્થક ધારાસભ્યોએ રાજીનામું આપવાની ધમકી આપી હતી. સાથે જ તેમણે સ્પષ્ટ કરી દીધું કે પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટને સીએમ તરીકે તેઓ સ્વીકાર નહીં કરે. આ ધારાસભ્યો કોંગ્રેસ નેતા ખડગે અને અજય માકન તરફથી બોલાવવામાં આવેલી બેઠકથી પણ ગાયબ રહ્યા અને જોશીનાં નિવાસસ્થાને પહોંચી ગયા. 

કેન્દ્રીય નેતૃત્વ પર સવાલ 
માકને આ 'અનુશાસનહીનતા' જણાવ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય નેતા 'નારાજગી અને અપમાનિત' થયા છે. સાથે જ આ ઘટનાને ગાંધી પરિવારની પાર્ટી પરથી છૂટતી પકડના સંકેતનાં રૂપમાં પણ જોવાઈ રહી છે. મીડિયા રીપોર્ટસ અનુસાર, ગેહલોત કોંગ્રેસના અધ્યક્ષના પદની રેસથી બહાર જોવા મળી રહ્યા છે. અધ્યક્ષ પદ માટે પાર્ટી મલ્લિકાર્જુન ખડગે અને દિગ્વિજય સિંહના નામ પર વિચાર કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ashok Gehlot અશોક ગેહલોત કોંગ્રેસ મલ્લિકાર્જુન ખડગે Ashok Gehlot

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ