બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / Arvind Kejriwal say that Congress will get only five seats? message given Gujarat

VTV Exclusive / અરવિંદ કેજરીવાલે કેમ કહ્યું કોંગ્રેસની પાંચ જ સીટ આવશે? ગુજરાતની જનતાને આપ્યો ખાસ મેસેજ

Kishor

Last Updated: 06:33 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ચુંટણીને લઇને અરવિંદ કેજરીવાલ તથા ઇસુદાન ગઢવીએ VTV ન્યૂઝ સાથે ખાસ વાતચિત કરી હતી. જેમાં કોંગ્રેસને 5 સીટ જ આવશે તેવો દાવો કર્યો હતો.

  • અરવિંદ કેજરીવાલ તથા ઇસુદાન ગઢવીની VTV ન્યૂઝ સાથે ખાસ વાતચિત
  • કોંગ્રેસની પાંચ જ સીટ આવશે : અરવિંદ કેજરીવાલ
  • કોંગ્રેસ ગુજરાતમાં શૂન્ય થઇ રહી છે : ઇસુદાન ગઢવી

ગુજરાતમાં ચુંટણીનો જોરદાર માહોલ જામ્યો છે. તમામ પક્ષો જીત અને પોતાની સરકાર બનતી હોવાના દાવા કરી રહ્યા છે.  તેવામાં આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા ગુજરાત આપના મુખ્યમંત્રીના ચહેરા ઇસુદાન ગઢવીએ VTV ન્યૂઝ સાથે ખાસ વાતચિત કરી હતી.


સવાલ: હિન્દુત્વના નામે ભાજપના મત મેળવવા પ્રયાસ ..? 
ચલણી નોટો પર હિન્દુ દેવી-દેવતાના ફોટા લગાવવાની વાત કરી હિન્દુત્વના નામે ભાજપના મત મેળવવા આપ દ્વારા પ્રયાસ કરાતા હોવાની વાતના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું. આમાં મારી કોઈ રાજનીતિ નથી લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે. જેથી તેમનો ફોટો લગાવવાથી કૃપા પ્રાપ્ત થાય છે. તેમના આશીર્વાદ માટે તસ્વીર લગાવીએ તો તેમાં સમસ્યા શું છે. તેમ કહીને કેજરીવાલે ઉમેર્યું કે આખા દેશમાંથી કોઈને આમ કરવાથી વાંધો નથી. તો ભાજપને કેમ પ્રશ્ન ઊભા થાય છે?

સવાલ : લોકોના મતોનું ધ્રુવીકરણ થશે?
આ સવાલના જવાબમાં આપના સીએમ પદના ચેહરા ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે ગુજરાતમાં ત્રિપંખીયો જંગ છે જ નહી! માત્ર ભજપની સામે આપની આશા અને ઉદયનો આ જંગ છે. આપના  વિજયની સાથે જ શિક્ષણ ફ્રી સસ્તી થશે. જેનો તમામ ગુજરાતીઑને લાભ થશે.મોરબીની ઘટનાને ટાંકીને ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે 150 થી વધૂ લોકોના મોત થયા હોવા છતાં કોઈ મંત્રીના રાજીનામાં લેવાયા નથી. હવે આપ ગુજરાતમાં એક મજબૂત વિકલ્પ બની ગયા હોવાનું જણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસ ગુજરાતમાં શૂન્ય થઇ રહી હોવાનું પણ કહ્યું હતું.

સવાલ : ટિકિટ માટે આપનો માપદંડ શું રહ્યો ? 
ટિકિટ માટેના માપદંડ અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમારો એક એક ઉમેદવાર ભણેલ ગણેલ અને સામાન્ય પરિસ્થિતિમાંથી આવતો હોય તેવા છે. ઉપરાંત મોટા ભાગના ઉમેદવારો પ્રથમ વખત ચુંટણી લડી રહ્યાં છે. 

સવાલ : ગુજરાતમાં આપની સરકાર બનશે તો કેબીનેટમાં પ્રથમ ત્રણ કયા નિર્ણય હશે? 
આપની કેબીનેટમાં પ્રથમ ત્રણ કયા નિર્ણય હશે? તેના જવાબમાં આમ આદમી પાર્ટીના સંયોજન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું. પ્રથમ તો 1 માર્ચથી રાજ્યમાં દરેક ઘરોમાં મફત વિજળીની જાહેરાત કરી દેવામાં આવશે. જ્યારે મોંઘવારી અને ખાસ સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે આ રાક્ષશને નાથવા અંગેના નિર્ણય કરી અને પ્રથમ કેબીનેટમાં જ તેની જાહેરાત કરી દેવામાં આવશે. તેવો કેજરીવાલે દાવો કર્યો હતો. 
 

સવાલ : ગુજરાતમાં વિપક્ષની કેટલી સીટ આવશે ? 
સીટ અંગેના સવાલમાં કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની 5 સીટ જ આવશે.આથી કોંગ્રેસને મત આપવો બેકાર છે. વધુમાં આપની સીટ અને અન્ય સીટો અંગે ચુંટણી અગાઉ જણાવવાનું અરવિંદ કેજરીવાલે અંતમાં ઉમેર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ