Army Chief's big statement, India should do this now by not buying foreign weapons
આત્મનિર્ભર /
આર્મી ચીફનું મોટું નિવેદન, ભારતે હવે વિદેશી હથિયારો ન ખરીદીને કરવું જોઇએ આ કામ
Team VTV09:36 PM, 21 Jan 21
| Updated: 09:44 PM, 21 Jan 21
આર્મી ચીફ જનરલ નરવણે એ કહ્યું કે 2020 એ એક ખાસ વર્ષ હતું જેમાં આપણી સામે ડબલ પડકારો ઉપસ્થિત હતા.
આર્મી ચીફે દર્શાવી ખામીઓ
આપણે દુશ્મન દેશો કરતાં આધુનિકીકરણમાં પાછળ : આર્મી ચીફ
ભારત માટે સ્વદેશી શસ્ત્રો ખરીદાવા જોઈએ : જનરલ નરવણે
એક કોવિડ -19 ને કારણે અને બીજું આપણી ઉત્તર સરહદ પર પડોશીઓના આક્રમક વલણને કારણે.પાછલા વર્ષની ઘટનાઓએ વૈશ્વિક સપ્લાય ચેઇનની ખામીઓ અને સમસ્યાઓને પણ ખુલ્લી પાડી દીધી છે.
આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે કહ્યું કે, જે રીતે આપણા દુશ્મનો તેમના લશ્કરના આધુનિકીકરણ પર ઝડપથી કરી રહ્યા છે, તે પ્રમાણેની ગતિમાં આપણે પાછળ છીએ. આપણે થોડો સમય પાછળ રહી ગયા. ગુરુવારે, 'આર્મી-ઈન્ડસ્ટ્રી ભાગીદારીના 25 વર્ષ' વેબિનારમાં, સંબોધતા આર્મી ચીફે કહ્યું કે ભારતીય લશ્કર માટે સ્વદેશી શસ્ત્રોની નિર્માણ ક્ષમતા વધારીને વિદેશી શસ્ત્રો પરનું અવલંબન ઘટાડવું જોઈએ.
આર્મી ચીફે આપી ચેતવણી
આર્મી ચીફે કહ્યું કે અમારે એ ધ્યાનમાં રાખવું રહ્યું કે આધુનિક અને વિશેષ તકનીકી અને મેન્યુફેક્ચરીંગમાં ક્ષમતાના અભાવને કારણે માત્ર સ્વદેશી શસ્ત્ર સામગ્રી દ્વારા જ હાલના ઓપરેશનલ ગેપને પહોંચી વળી શકાશે નહીં. તેથી, હાલમાં કેટલાક ટકા શસ્ત્રોના વિદેશથી ઇમ્પોર્ટની જરૂર પડશે. જ્યારે દુશ્મન તમારા દરવાજા પર હોય છે, ત્યારે કોઈ પણ ઓપરેશનલ ખામીનું જોખમ લઈ શકાતું નથી.
2020માં સામે હતા ડબલ પડકાર
જનરલ નરવણે એ કહ્યું કે 2020 એ એક ખાસ વર્ષ હતું જેમાં આપણી સામે ડબલ પડકારો હતા, એક કોવિડ -19 ને કારણે અને બીજું ઉત્તર સરહદ પર પડોશીઓના આક્રમક વલણને કારણે આપણી સમક્ષ ઊભા થયા હતા. પાછલા વર્ષની ઘટનાઓએ વૈશ્વિક સપ્લાય ચેઇનની ખામીઓ અને સમસ્યાઓ પણ બહાર લાવી અને આત્મનિર્ભરતાની જરૂરિયાત સામે આવી. તેમણે કહ્યું કે મુશ્કેલીના સમયમાં બહારના દેશોના શસ્ત્રો અને દારૂગોળો પર આધારિતતા મુશ્કેલી ઊભી કરશે.
સ્વદેશી શસ્ત્રો ઉપર મૂક્યો ભાર
છેલ્લા કેટલાક વર્ષોમાં સ્વદેશી પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આર્મી ચીફે કહ્યું કે અમે સ્વદેશી ઉપકરણો અને શસ્ત્ર પ્રણાલી ખરીદવા માટે પ્રતિબદ્ધ છીએ કારણ કે સ્વદેશી ટેક્નોલોજી અને શસ્ત્રોથી યુદ્ધ લડવા અને જીતવાથી વધુ સેના માટે કશું પ્રોત્સાહક હોઈ શકે નહીં. તેમણે ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવવાની જરૂર પર પણ ભાર મૂક્યો હતો.