બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 12:34 PM, 28 October 2021
ADVERTISEMENT
અનુજે કહી દિલની વાત
અનુજે અનુપમાને પોતાના દિલમાં રહેલું બધું કહી દીધું છે. ભવિષ્યમાં તે પોતાના સંબંધને કેવી રીતે જોવે છે તે પણ કહ્યું છે. અનુજે કહ્યું કે તેની પહેલા કેઝ્યુઅલ રિલેશનશીપ રહી છે. તેમાં વન નાઇટ સ્ટેન્ડ પણ સામેલ છે. અનુપમા અને અનુજનો આ ટ્રેક લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. બંનેની કેમેસ્ટ્રી પણ લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.
ADVERTISEMENT
વરસાદમાં ફસાયા અનુજ-અનુપમા
અનુપમા અને અનુજ એકબીજાની નજીક આવી રહ્યાં છે. અનુપમા એક સશક્ત મહિલા છે અને તે પોતાના પૂર્વ પતિ વિરુદ્ધ દ્રઢ થઇને ઉભી છે. તેના પૂર્વ પતિનું નામ વનરાજ શાહ છે. તે સિવાય પણ તે પોતાના પરિવાર વિરુદ્ધ બોલવાનું શરૂ કરી ચૂકી છે. હાલમાં તે વરસાદમાં પોતાના બિઝનેસ પાર્ટનર અનુજ સાથે વરસાદમાં ફસાઇ ગઇ છે. જેના કારણે અનુજને પણ અનુપમા સાથે સારો સમય મળી જાય છે અને અનુપમાને એન્ટરટેઇન કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરે છે.
He told her about his one night stands 🙈While men on ITV are brilliant in keeping two women in their lives (Cheater-Raj their leader🙏),this one can't even keep one secret from #Anupamaa.
— Anuradha Gupta (@AajKiRadha) October 27, 2021
In the land of erring toxic men,#AnujKapadia is definitely a nibba and I love this nibba💗 pic.twitter.com/31Zv7nCwpc
અનુજની પાસ્ટ રિલેશનશીપ
બંને જ્યારે એકબીજાના સંબંધની વાતો કરી રહ્યાં છે ત્યારે અનુજ ખુલાસો કરે છે કે તે ક્યારેય સિરીયસ રિલેશનશીપમાં નથી રહ્યો. ઘણીવાર તેને એકતરફી પ્રેમ થઇ જાય છે અને વન નાઇટ સ્ટેન્ડ પણ થયો છે. તેના કારણે જ તેણે આજ સુધી લગ્ન નથી કર્યા. અનુપમાને અનુજની ફિલીંગ વિશે કોઇ જાણકારી નથી.
અનુપમા શું જવાબ આપે છે?
અનુપમા અનુજને કહે છે કે તે પોતાના સંબંધથી કંટાળી ગઇ છે અને ફરી એકવાર તે પોતાનું હ્રદયભંગ થાય તેવું નથી ઇચ્છતી. આ ગંભીર માહોલને ભંગ કરવા માટે અનુજ મજાકીયા અંદાજમાં સલમાન ખાનની મિમિક્રી કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.