બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Another big blow to Congress after elections Petlad MLA Niranjan Patel resigns

BIG NEWS / ચૂંટણી ટાણે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, પેટલાદ MLA નિરંજન પટેલ આપ્યું રાજીનામું

Kishor

Last Updated: 11:06 PM, 16 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસની છેલ્લી યાદીમાં અનેક નેતાઑના નામ કપાતા કાર્યકરોમાં રોષ ફેલાયો છે. તો અનેક નેતાઑએ રાજીનામાં  પણ ધરી દીધા છે.

  • પેટલાદ બેઠક પર કોંગ્રેસમાં નારાજગી યથાવત
  • ટિકિટ કપાતા નારાજ નેતાના રાજીનામાં 
  • માતરના કોંગ્રેસ કાર્યકર્તાઓ કાર્યાલયે દોડી ગયા

ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની છેલ્લી યાદી જાહેર કરવામાં આવી છે. પ્રદેશ નેતૃત્વ દ્વારા સંભવિત ઉમેદવારોની યાદી બનાવી દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ મોકલવામાં આવી હતી. આ યાદી પર હાઈકમાન્ડની મહોર લાગ્યા બાદ હવે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા 37 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઉમેદવારોની પસંદગીને લઇને કાર્યકરોમાં અને આગેવાનોમાં રોષ ફેલાયો છે. જેને લઇને ધડાધડ રાજીનામાં પડી રહ્યા છે. આથી ચુંટણી ટાણે કોંગ્રેસને એક પછી એક ફટકા પડી રહ્યાં છે.
 
ટિકિટ કપાતા નારાજ થયેલા નિરંજન પટેલે આપ્યું રાજીનામું
આણંદના પેટલાદ બેઠક પર કોંગ્રેસમાં નારાજગી યથાવત રહેવા પામી છે. ટીકિટ કપાતા નારાજ ધારાસભ્ય નિરંજન પટેલએ રાજીનામું ધરી દીધું હતું. કોંગ્રેસે ટીકિટ કાપતા સોશિયલ મીડિયામાં રાજીનામાંની પોસ્ટ વાયરલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નિરંજન પટેલ ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ચાલી હતી. જોકે આ અંગે કોઈ ખુલાશો કર્યો નથી. 


 
માતરના કોંગ્રેસ કાર્યકર્તાઓ કાર્યાલયે દોડી ગયા
આજે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થતા માતરના કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કાર્યાલય પર દોડી ગયા હતા. કોંગ્રેસના ઉમેદવારો સામે નારાજ કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના કાર્યાલયે પહોંચ્યા હતા. માતરમાં 2 વખત હારેલા સંજય પટેલને ટિકિટ આપતા કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલય પર કર્યા સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે કોંગ્રેસ ઓફિસે તાળા લાગેલા જોતા કાર્યકર્તાઓમાં નિરાશા ફેલાઈ હતી. 

વડોદરા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અભિષેક ઉપાધ્યાયએ રાજીનામુ આપ્યું
વડોદરાના કરજણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર થતા રોષ ફેલાયો છે. રોષને પગલે વડોદરા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અભિષેક ઉપાધ્યાયએ રાજીનામુ આપી દીધું છે.  અભિષેક ઉપાધ્યાયએ જણાવ્યું કે પ્રદેશ નેતાગીરીએ મારી અને મારા પરિવારની સતત અવગણના કરી છે. વધુમાં પક્ષ દ્વારા વારંવાર થતી અવગણનાથી રાજીનામું આપું છું ઉપરાંત પ્રજાના હિતમાં સામાજિક કાર્યકર અને લોકકાર્યો કરતો રહીશ તેમ જણાવ્યું હતું.

પંચમહાલના ગોધરામાં કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ કરવામાં આવી હતી. જેમાં ગોધરાના ઉમેદવારની જાહેરાત બાદ કાર્યકરો રોષે ભરાયા હતા અને કાર્યાલયના બહારના ભાગે પથ્થરમારો કર્યો હતો. જેને લઇને પોલીસ અને કોંગ્રેસ અગ્રણીઓ દોડી ગયા હતા. જ્યાં ઉમેદવારથી કાર્યકરો નારાજ હોવાની ચર્ચા જાગી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ