બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / anil kapoor answers to a troll who said he drinks snake blood to look young
ADVERTISEMENT
અનિલ કપૂર 64 વર્ષની ઉંમરે પણ ચાર ચાર કલાક વર્કઆઉટ કરે છે અને હવે તો લાગે છે કે જાણે તેમની ઉંમર અટકી ગઇ હોય અને એજિંગ રિવર્સમાં જઈ રહી છે. શોમાં અરબાઝ ખાને અનિલ કપૂરને ઘણાં સવાલો પૂછ્યા હતા. જેના તેણે મજેદાર જવાબ આપ્યા હતા. અનિલ કપૂરે વખાણ કરનારાથી માંડીને ટ્રોલર્સ સૌનાં જવાબ આપ્યા હતા અને કોઇને નિરાશ નહોતા કર્યા. આ શોમાં અનિલ કપૂરનો કૂલ અંદાજ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
યંગ દેખાવવા માટે સાપનું લોહી પીવે છે અનિલ
ADVERTISEMENT
આ શોમાં અરબાઝ ખાને અનિલ કપૂરને કેટલાક લોકોનો વીડિયો બતાવ્યો. જેઓ અનિલ કપૂરના લૂકને લઈને અનેક પ્રકારની વાતો કહી રહ્યાં હતા. આ સેગ્મેન્ટમાં વીડિયોમાં એક વ્યક્તિ અનિલ કપૂર વિશે કહે છે કે તેમને બ્રહ્માજીથી વરદાન મળ્યું છે એટલે તેઓ આટલા યંગ દેખાય છે. જ્યારે અન્ય એક શખ્સે કહ્યું, મને લાગે છે કે તેઓ પ્લાસ્ટિક સર્જનને પોતાની સાથે રાખે છે અને સાંપનું લોહી પીવે છે.
એક ટ્રોલરે કહ્યું કે, આ બાપ-દીકરી પૈસા માટે કંઇપણ કરશે
ADVERTISEMENT
અરબાઝ ખાન ટ્રોલર્સ દ્વારા અનિલ કપૂરની એક્ટિંગ સ્કિલ્સ પર, તેની દીકરી સોનમ કપૂર અને તેની પત્ની સુનીતા કપૂર પર કરવામાં આવેલી કમેન્ટ વાંચીને સંભળાવે છે. પણ અનિલ કપૂર જરાય પરેશાન નથી થતો અને બેબાકીથી બધાં જવાબ આપે છે. એક કમેન્ટ હતી કે બાપ દીકરીની જોડી પૈસા માટે કંઇપણ કરી શકે છે. તેના પર અનિલ કપૂર કહે છે કે કદાચ તેનો ખરાબ દિવસ હશે કે તે કોઈ કારણથી દુખી હશે. તો એક અન્ય કમેન્ટમાં એક યુઝરે લખ્યું હતું કે, જેમની પાસે પૈસા હોય છે તેમને શરમ નથી હોતી અને જેમની પાસે શરમ હોય છે તેમની પાસે પૈસા નથી હોતા.
ADVERTISEMENT
અનિલ કપૂરે આપ્યો જવાબ
ADVERTISEMENT
અનિલ કપૂરે કહ્યું કે જો તમે કોઈને વિશે જાણતા ન હોવ તો તેના વિશે કંઈ કહેવું જોઈએ નહીં. જ્યારે એક ટ્રોલરે અનિલ કપૂરને 64 વર્ષની ઉંમરે આટલા યંગ અને ફિટ હોવાનું રહસ્ય પણ પૂછ્યું. જેના પર હસીને અનિલ કપૂર કહે છે કે દર્શકો પોતાના પૈસા ખર્ચીને અમને જોવા આવે છે અને જો અમે સારાં ન દેખાઈએ તો કોઈ અમને કેમ જોશે.
અનિલ કપૂરે સલમાનના લગ્ન પર કરી વાત
અરબાઝ ખાને અનિલ કપૂરને પૂછ્યું કે સલમાન ખાનના લગ્ન ક્યારે થશે? જેના પર અનિલ કપૂરે કહે છે કે, 'તમે સલમાનના ભાઇ છો તો તમે જણાવો મને, ઘરે વાતચીત તો થતી હશે.' જેના જવાબમાં અરબાઝ ખાન નિરાશાના સ્વરમાં કહે છે કે, 'અરે થાકી ગયા અમે' જે બાદ અનિલ કપૂરે પણ આ સવાલનો જવાબ આપ્યો કે, 'ચર્ચાઓ તો ઘણી થાય છે પણ તે પોતે જવાબ નથી આપતો તો અમે કેવી રીતે જવાબ આપી શકીએ.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.