બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Anand Mahindra May Recruit Those Who Served In Army's New 3-Year 'Tour Of Duty' Scheme

બિઝનેસ / 3 વર્ષ સુધી સેનામાં સેવા આપનાર યુવાનોને જોબ આપશે મહિન્દ્રા, જાણો શું છે 'ટૂર ઓફ ડ્યુટી'

Parth

Last Updated: 05:23 PM, 16 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં અત્યારે સેનામાં ટૂંક સમય માટે કોઈ પણ નાગરિકને સેવા આપવાની તક મુદ્દે ચર્ચા ચાલી રહી છે. સેનામાં પણ 3 વર્ષની ટૂર ઓફ ડ્યુટી પર વિચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટૂર ઓફ ડ્યુટીનું સમર્થન કર્યું છે. મહિન્દ્રાએ કહ્યું કે અમારી કંપનીમાં આવા યુવાનોને નોકરીમાં પ્રાથમિકતામાં આવશે.

  • સેનામાં ત્રણ વર્ષની ટૂર ઓફ ડ્યુટી પર વિચાર-વિમર્શ 
  • આનંદ મહિન્દ્રા આવી ટ્રેનીંગ લઈને આવેલ યુવાનોને નોકરીમાં પ્રાથમિકતા આપવા કહ્યું 
  • હાલમાં સેનામાં આ કાર્યકાળ 10 વર્ષનો છે 

મહિન્દ્રાએ ટૂર ઓફ ડ્યુટી કાર્યક્રમનું સમર્થન કર્યું 

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ભારતીય સેનામાં ટૂર ઓફ ડ્યુટી કાર્યક્રમનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે અવ યુવાનો જે ટ્રેનીંગ લઈને આવ્યા છે તેમને કંપની જોબમાં પ્રાથમિકતા આપી શકે છે. નોંધનીય છે કે સેનામાં આ કાર્યક્રમને લઈને ચર્ચા ચાલી રહી છે. જેમાં દેશના તમામ નાગરિકોને દેશની સેવા અને સુરક્ષા માટે ત્રણ વર્ષની ટૂર ઓફ ડ્યુટીની પરવાનગી આપવામાં આવશે. 

તેમની કંપની આવા યુવાનોને આપશે નોકરી 

મહિન્દ્રાએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે મને હાલમાં જ ખબર પડી કે ભારતીય સેના ટૂર ઓફ ડ્યુટીના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. આ હેઠળ યુવાનોને સેનામાં જવાન તરીકે સેવા આપવાનો મોકો મળશે. મને લાગે છે કે જયારે આવા યુવાનો સેનામાં ટ્રેનીંગ લઈને આવશે અને નોકરી પર લાગશે તો કંપની માટે તે ફાયદેમંદ રહેશે. અમારી કંપની પણ આવા યુવાનોને નોકરી દેવા પર વિચાર કરશે. 

પ્રસ્તાવ પર સેના કરી રહી છે વિચાર 

નોંધનીય છે કે સેના અત્યારે સામાન્ય નાગરીકોને સેનામાં સામેલ કરવાના પ્રસ્તાવ વિચાર-વિમર્શ કરી રહી છે. દેશની સર્વશ્રેષ્ઠ પ્રતિભાઓને દેશની સેવામાં સામેલ કરવા માટે સેના આ વિષય પર છૂટ આપી શકે છે. હાલમાં આ કાર્યકાળ 10 વર્ષનો છે. આ સિવાય ભારતની સેના અત્યારે અધિકારીઓ અછતનો સામનો કરી રહી છે તેથી આ મુદ્દે મોટો નિર્ણય આવી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Anand Mahindra indian army scheme tour of duty આનંદ મહિન્દ્રા ટૂર ઓફ ડ્યુટી સેના business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ