Anand and Mehsana districts Farmers will not get irrigation water
રિપેરિંગ /
આણંદ અને મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર, આ તારીખથી નહીં મળે સિંચાઈ માટે નર્મદાનું પાણી
Team VTV11:19 AM, 13 Mar 22
| Updated: 11:23 AM, 13 Mar 22
ખેતી કરતા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. જેમાં 31 માર્ચથી ચરોતરની કેનાલોમાં સિંચાઇ માટેનું પાણી બંધ કરાશે તો બીજી બાજુ 15 માર્ચથી મહેસાણાને સિંચાઈ માટે નર્મદાનું પાણી નહીં મળે.
ખેતી કરતા ખેડૂતો માટે માઠા સમાચાર
ચરોતરની કેનાલોમાં 31 માર્ચથી સિંચાઇ માટેનું પાણી બંધ કરાશે
15 માર્ચથી મહેસાણાને સિંચાઈ માટે નર્મદાનું પાણી નહીં મળે
ચરોતરની કેનાલોમાં 31 માર્ચથી સિંચાઇ માટેનું પાણી બંધ કરાશે
આણંદના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. ચરોતરની કેનાલોમાં 31 માર્ચથી સિંચાઇ માટેનું પાણી બંધ કરાશે. કેનાલ રિપેરીંગને લઇને પાણી સપ્લાય બંધ કરાશે. છેલ્લાં 5 વર્ષથી કેનાલ રિપેરિંગના નામે પાણી બંધ કરાતુ હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. 1.20 લાખ હેકટરમાં સિંચાઈનું પાણી નહીં મળે. આથી બાજરી અને ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતોને ભારે હાલાંકીનો સામનો કરવો પડશે.
વધુમાં 15 માર્ચથી મહેસાણાને સિંચાઈ માટે નહીં મળે નર્મદાનું પાણી
વધુમાં 15 માર્ચથી મહેસાણાને સિંચાઈ માટે નર્મદાનું પાણી પણ નહીં મળે. ઉત્તર ગુજરાતમાં સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરાશે. કેનાલ સાફ કરવાની કામગીરીને લઈને પાણી નહીં અપાય. કેનાલની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાય તે માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે.
નોંધનીય છે કે, મહેસાણા જિલ્લાના કડી, જોટાણા અને બહુચરાજીમાં પાણી અપાય છે. પાટણમાં ચાણસ્મા, હારીજને સિંચાઈ માટે પાણી અપાય છે. તો બીજી બાજુ શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર તાલુકામાં પણ સિંચાઈ માટે પાણી અપાય છે.