બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / An unruly mob of 1,000 people pelted stones on the train in Nadiya

નદિયા / પયગંબર વિવાદ : બંગાળમાં પ્રદર્શનકારીઓએ ચાલુ ટ્રેન પર કર્યો પથ્થરમારો, પ્રવાસીઓમાં હાહાકાર

Hiralal

Last Updated: 08:48 PM, 12 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પયગંબર વિરોધી નિવેદન પરની આગ વકરી રહી છે. હવે નદિયામાં લોકોએ ચાલુ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો.

  • પયગંબર વિરોધી નિવેદન પરની આગ વકરી
  • હવે બંગાળના નદિયામાં થઈ મોટી બબાલ
  • લોકોએ રેલવે સ્ટેશનમાં ઘુસીને ચાલુ ટ્રેન પર કર્યો પથ્થરમારો 

ભાજપ નેતાના પયગંબર વિરોધી નિવેદનની આગ હવે બંગાળના બીજા વિસ્તારમાં ફેલાઈ છે. રવિવારે બંગાળના નદિયા જિલ્લામાં મોટી બબાલ થઈ હતી. પયગંબરના નિવેદનના વિરોધમાં નદિયાના રસ્તા પર ઉતરી આવેલા લોકોએ દેખાવ કર્યો હતો. પોલીસે તેમને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો જેને કારણે લોકો બેથુઆડહરી રેલવે સ્ટેશનમાં ઘુસી ગયા હતા અને ત્યાં પણ બબાલ કરી મૂકી હતી. લોકોએ બેથુઆડહરી રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલી એક ટ્રેન પર જોરદાર પથ્થરમારો શરુ કરી દીધો હતો. પથ્થરમારો થતા પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા અને ફટાફટ બારીઓ બંધ કરવા લાગ્યા હતા. ડરના માર્યા કેટલાક પ્રવાસીઓ ચીસો પણ પાડવા લાગ્યા હતા. ટ્રેનમાં એક પ્રકારનો ડર ફેલાયો હતો અને લોકો જેમ તેમ કરીને બચવાના પ્રયાસ કરવા લાગ્યા હતા. લગભગ 10 મિનિટ સુધી ભારે પથ્થરમારો થતો રહ્યો હતો અને આ દરમિયાન પ્રવાસીઓના જીવ પડીકે બંધાઈ રહ્યાં હતા.

1000 લોકો રેલવે સ્ટેશનમાં ઘુસ્યા
પ્રાથમિક રિપોર્ટ અનુસાર બેથુઆડહરી રેલવે સ્ટેશનમાં 1000 લોકો ઘુસ્યા હતા અને તેમણે કંઈ ન પડ્યું તો ટ્રેનને નિશાન બનાવી હતી અને તેની પર પથ્થરમારો કર્યો હતો. 

શનિવારે હાવડામાં પણ ફાટી નીકળી હતી હિંસા 
પયગંબર નિવેદનના વિરોધ તરીકે શનિવારે હાવડામાં પણ હિંસા થઈ હતી. લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. હિંસક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓ દ્વારા ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. તથા ગઇકાલની હિંસા બાદથી કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી, પરંતુ આજે સવારે ફરી એકવાર ટોળું એકઠું થયું હતું અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે ઘટના સ્થળે પરિસ્થિતિને કોઈ રીતે સંભાળવાનો પ્રયાસ કર્યો હતો અને હાલમાં ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિસ્તારમાં સ્થિતિ તંગ બનેલી છે.

પ્રદર્શનકારીઓએ કરી હતી આગજની 
 હાવડામાં લોકોએ ભાજપના સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્મા અને હાંકી કઢાયેલા નેતા નવીન જિંદાલના વિવાદિત નિવેદનોનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ વાન અને પોલીસ બૂથ પર આગ લગાવી દીધી હતી. ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યો હતો અને કોઈક રીતે લોકોને ભગાડી મૂકવામાં આવ્યા હતા. તેઓ નૂપુર શર્માની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે. તેઓની માંગ છે કે નૂપુર શર્માની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. સસ્પેન્ડેડ ભાજપના પ્રવક્તાએ પયગંબર મોહમ્મદ વિશેની ટીવી ડિબેટમાં વાંધાજનક ટિપ્પણી કરી હતી, જે પછી દેશ અને દુનિયામાં તેમના વિશે ઘણી ચર્ચા થઈ હતી. આ નિવેદન બાદ થયેલા હોબાળાને જોતા ભાજપે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. સાથે જ તેમણે પોતાના નિવેદનોથી નિવેદન પણ જાહેર કર્યું હતું.

રાંચીમાં થયા હતા 2 લોકોના મોત 
રાંચીમાં લોકો નુપૂર શર્મા અને નવીન જિંદલની ધરપકડની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યાં હતા જેને પગલે ભારે હિંસા ફાટી નીકળી હતી જેમાં 2 લોકોના મોત થયા હતા તથા 10થી વધુ ઘાયલ થયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ